(અશોક મુંજાણી : સુરત)
સુરતના ત્રિભોવન નગર, વેડરોડ ખાતે આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દ્વારા આયોજીત જ્ઞાનગંગા વિદ્યાલયનો આજે ૨૨ મો સાંસ્કૃતિક કાર્યક્રમ શુક્રવારે બપોરે ત્રણ કલાકે સરદાર સ્મૃતિ ભવત, મીનીબજાર, વરાછા રોડ ખાતે યોજાયો હતો આ સમારોહમાં વિદ્યાલયના નાનકડાં કલાકારોએ સુંદર કૃતિઓ રજૂ કર્યો હતા,
સમારોહમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ સમારોહના અધ્યક્ષ તરીકે શ્રી રાજેશભાઈ નાકરાણી
સ્થાપક શ્રી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત, સમારોહના મુખ્ય મહેમાન તરીકે શ્રી રમેશભાઈ પટેલ ટ્રસ્ટી ધનવંતરી ફાર્મસી કોલેજ, સુરત,
સમારોહના અતિથિ તરીકે શ્રી રાજેશભાઇ રાદડિયા ખજાનચી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરત, શ્રી વજુભાઇ પારેખ પ્રમુખ શ્રી પથવિજય ભગવાન ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, શ્રી રૂપેશભાઇ દોશી ડિરેક્ટર, VMS સોફ્ટવેર, લાયન નિશી અગ્રવાલ રીજીયન ચેરપરર્સન, શ્રી મનિષભાઈ સવાણી ડિરેક્ટર હિંન્દ ચેનલ, હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન શાળાના ટ્રસ્ટીઓ શ્રી અમરશીભાઈ પટેલ, શ્રીમતી લીલાબેત પટેલ, શ્રી નવનીતભાઈ પટેલ, શ્રી પ્રા. એન. એમ. કારિયા, શ્રી ધર્મેશભાઈ પટેલ તેમજ આચાર્યા કેતકી નાયક જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું