કડમાળ ગામે સંગ્રહ કરેલ ડાંગરનાં પુળીમાં આગ લાગતાં બાર કિલોનાં બિયારણનું ડાંગર આગમાં ખાખ

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

આગ કેવીરીતે લાગી અને કોણે લગાવી તેની કશું જ ખબર નથી પડી, પરંતુ ગામનાં જ કોઈ માણસે અદાવત રાખી આગ લગાવી હશે તેવું પ્રાથમિક અનુમાન ગામ લોકો દ્વારા લગાવવામાં આવી રહયું છે

(મનીષ બહાતરે/અશ્ર્વિન ભોયે) તા.૩૧, આહવા :
સુબીર તાલુકામાં આવેલા કડમાળ ગામે બાબુભાઇ બેડુંભાઇ મુડેકરનાં ખેતરમાં કોઈ અજાણ્યાએ સંગ્રહીત કરી રાખેલા ડાંગરની પુળીનાં ઢગલામાં રવિવારનાં રોજ આગ લગાવી દીધી હતી.
ડાંગ જિલ્લામાં અનેક વખત ઘર , દુકાન, ઘાસ, જંગલમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે જેમાં કોઈ વાર ભૂલથી તો કોઈ અદાવત રાખી તો ક્યારેક વીજલાઇનનાં શોર્ટસર્કિટ વગેરેના કારણે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેવી જ એક ઘટનાં કડમાળ ગામે બની છે

મળતી માહિતી મુજબ તા.૨૯ ઓક્ટબરનાં રોજ સુબીર તાલુકાના કડમાળ ગામે રહેતાં બાબુભાઈ બેડુંભાઈ મુડેકરનાં ખેતરમાં સંગ્રહીત કરી રાખવામાં આવેલાં ડાંગરની પુળીનાં ઢગલાંમા આગ લગાવી દેતાં પાક બળીને રાખ થઈ ગયો હતો. બાબુભાઈએ આ વર્ષની ખેતીમાં અંદાજિત ૧૨ કિલોગ્રામ ડાંગરનું બિયારણ લાવી તેમનાં બે જમાઈ સાથે કુલ ત્રણ કુટુંબ વચ્ચે સંયુક્તમાં સસરા બાબુભાઇ બેડુંભાઈ મુડેકરે ડાંગરની ખેતી કરી હતી.ત્યારે આખું ચોમાસું મહેનત કરીને આ વર્ષની સીઝનમાં ડાંગરનો પાક સારો જોવા મળ્યો હતો અને ડાંગરની કાપની કરી ખેતરમાજ ઢગલો કરી દિધો હતો થોડાં દિવસો પછી પુળીમાંથી ડાંગરનો પાક છૂટો કરી લેવાનાં હતાં પરંતુ તેમનાં નસીબમાં લખેલું ન હોય તેમ તેમની મહેનત ઉપર પાણી ફરી વળ્યુ અને ગામનાં જ કોઈ અજાણ્યાએ અદાવત રાખીને રવિવારના દિવસે સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ આગ લગાવી નાસી ગયો હતો તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.આકાશમાં આજુબાજુ ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો હતો અને અનાજ બળતું હોય તેવી ગંધ આવી રહી હતી તે શુઘી અને ધુમાડો જોઈ આજુ બાજુના ખેતરમાં કામ કરતાં લોકો સ્થળ પર દોડી ગયા હતા અને લાગેલી આગમાંથી ડાંગરના પાકને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ મોટા ભાગનું ડાંગર બળી ગયું હતું. એની જાણ બાબુભાઇ બેડુંભાઈ મુડેકરને થતાં રડતાં આંસુએ દોડી આવ્યા હતાં પરંતુ આવે તે પહેલાં ડાંગરનો ઢગલો આગમાં સળગીને ખાખ થઈ હતો. આ ઘટનાં અંગે ગામનું જ કોઈ અદાવત રાખી આગ લગાવી ગયું છે તેવું ગામ લોકો પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે અને હાલ શંકાના આધારે આગ લગાવનારની શોધખોળ પણ કરાઈ રહી છે.

Share this Article
Leave a comment