ડીંડોલી વિસ્તારમાંથી ૧૫ વર્ષની સગીરાને ભગાવી અપહરણ, બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

adminpoladgujarat
2 Min Read

સગીરાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી તેના વાલીવારસને સહી સલામત સોંપી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે સહરાનીય કામગીરી કરી છે

(પોલાદ ગુજરાત) તા.૦૫,સુરત : ગઈ ૨૮ ફેબ્રુઆરીના રોજ નવાગામ ડીંડોલી વિસ્તારના ગાયત્રી સોસાયટીમાં આવેલ શકુંતલાદેવી સરકારી સ્કૂલ પાસેથી ફરિયાદી શ્રીની દીકરી ધોરણ સાતમાં ભણતી ૧૫ વર્ષની સગીરાને આરોપી રાજેશ સોમનાથ યાદવ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપરણ કરી ભગાવી નાસી ગયેલ, જે બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ-2012 (POCSO) ની કલમ સહિતના ગુનો નોંધવામાં આવ્યો છે,
મળતી માહિતી મુજબ
“ડી” ડીવિઝન મદદનીશ પોલીસ કમિશનર જે.ટી. સોનારા નાઓએ સગીર વયની બાળકીઓ ઉપર થતા દુ:ષ્કર્મના બનાવો રોકવા માટે તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં સગીરાને શોધી કાઢી અને આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપેલ મળેલ સુચના આધારે ડીંડોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.જે.ચુડાસમા અને સેકન્ડ ઈન્સ્પેકટર એસ.એમ.પઠાણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના માણસો સાથે મળી વર્ક આઉટ દરમ્યાન પો.કો. કુલદીપસિંહ હેમુભા, પો.કો. મેહુલ પ્રવીણભાઈ તથા પો.કો. રણજીતસિંહ બનેસંગભા નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનાના આરોપી રાજેશ સોમનાથ યાદવ ઉવ.૨૧ રહે- પ્લોટ નંબર ૧૦૦ દીપકનગર નવાગામ ડીંડોલી સુરત, મૂળ વતન ગામ-આરી પહદપુર થાના-કરંડા જિલ્લા- ગાજીપુર U.P. ને ઝડપી પાડી તથા ભોગ બનનાર સગીરાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી તેના વાલીવારસને સહી સલામત સોંપી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 3 =

Exit mobile version