અડાજણમાંથી પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરત શહેર SOG

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

(પોલાદ ગુજરાત : સુરત)

“NO DRUGS IN SURAT CITY” ના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃતી અટકાવવા કડક હાથે ઝુબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે મળેલ સખ્ત સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશ્નર SOGના માર્ગદર્શન હેઠળ
પોલીસની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃતી કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્યાન SOG ના અ.હે.કો. જગશીભાઇ શાંતીભાઇ તથા અ.પો.કો. દેવેંદ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી હકીકત આધારે સુરત અડાજણ, હનીપાર્ક રોડ, સરસ્વતી સ્કુલની બાજુમાં, સાંઇરામ રો હાઉસના ગેટ પાસે જાહેરમાંથી આરોપી સૌરવ નરેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો-કાપડનો વેપાર, રહે.ઘર નં.એ/૮૦૧ નંદવન-૨ એપાર્ટમેન્ટ, વેસુ સુરત. મૂળવતન- ટેલિફોન એક્સચેન્જ, ગલી લાડનું ગામ, તા-નાગોર રાજસ્થાન વાળાને ઝડપી પાડી તેની પાસેથી હાઈબ્રીડ ગાંજો વજન ૩૭૪ ગ્રામ કિંમત રૂપિયા ૧૩,૦૯,૦૦૦ ના મત્તાનો કબ્જે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની પુછપરછ કરતા જણાવે છે કે પોતે વોટેડ આરોપી પાસેથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લાવી વોન્ટેડ આરોપીને આપવા સારુ જતો હોય તે દરમ્યાન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.
આમ, સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટીબધ છે અને સતત પ્રયત્નશીલ છે.
આરોપીઓ વિરૂધ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ  મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે,

Share this Article
Leave a comment