વિદેશી દારૂની બોટલો ભરેલ થ્રી વ્હીલ ટેમ્પો ઝડપાયો : ડીંડોલી સર્વેલન્સની ટીમે કુલ ૧,૭૮,૪૮૮ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી

adminpoladgujarat
2 Min Read

(પોલાદ ગુજરાત) તા.૦૩,સુરત : શહેરના વિસ્તારોમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે મળેલ સુચના અન્વયે ડીંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે.ચુડાસમા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઇ હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હે.કો. દિવ્યેશ હરીશભાઈ તથા હે.કો. રાજદીપસિંહ નરેન્દ્રસિંહ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ડીંડોલી-કરાડવા રોડ ઉપર આવેલ માર્ક પોઇન્ટ ની પાછળ માધવ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં આવેલ લિફ્ટ પાસે બે ઈસમો ઇંગ્લિશ દારૂ ભરેલ ટેમ્પો સાથે ઊભા છે. જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ ખરાઈ કરી રેઈડ કરતાં (૧) નિખિલ યશવંત પાટીલ ઉ.વ.૨૪, રહે- A/૧૦૨ સાંઈ રેસીડેન્સી, કરાડવા રોડ, ડીંડોલી સુરત તથા મૂળ ગામ કટોરા,તાલુકો-ચોપડા જિલ્લો-જલગાવ (મહારાષ્ટ્ર) (૨) કલ્પેશ ગુલાબ પાટીલ ઉ.વ.૨૧
રહે- ૮૩ સાંઈ સરોવર સોસાયટી, SMC , તળાવ પાસે, ડીંડોલી સુરત તથા મૂળ ગામ- ગડખામ, તાલુકો-અમલનેર જિલ્લો- જલગાવ (મહારાષ્ટ્ર) નાઓ થ્રી વ્હીલ ટેમ્પો લઈને ઊભા હતા જેથી પોલીસના માણસોએ કોર્ડન કરી ટેમ્પો ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બિયરની ટીન નંગ ૯૦૪ જેની કિંમત રૂપિયા ૬૮,૪૮૮ તથા થ્રી વ્હીલ ટેમ્પોની કિંમત ૧,૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૭૮,૪૮૮ નો મુદ્દામાલ કબજે કરી આ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર પ્રમોદ પાટીલ રહે- જેક સ્પેરો ઓયો હોટલ (માલિક) ડીંડોલી સુરતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 − 4 =

Exit mobile version