(પોલાદ ગુજરાત) સુરત
ફર્સ્ટ જુનિયર રોલ બોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ જે કેન્યાના નૈરોબી શહેરમાં તા.૨૨-૬-૨૦૨૫ થી ૨૯-૬-૨૦૨૫ સુધીમાં યોજાઈ હતી. તેમાં ઈન્ડિયાના જુદા જુદા રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાંથી ગજેરા વિદ્યાભવન કતારગામ સુરતને પસંદગી કરવામાં આવી હતી. જેમાં બે બહેનો અને ત્રણ ભાઈઓની પસંદગી થઈ હતી. તેઓના નામની યાદી આ મુજબ છે. બહેનોમાં ગોલકીયા શ્રેયા મનસુખભાઈ, કુંભાણી જેલીસા મનોજભાઈ તેમજ ભાઈઓમાં ગોધાણી દર્શ પરેશબાઈ, હિરાણી સ્મિત મનીષભાઈ અને પટેલ વેડ સંજયભાઈ
આ પાંચેય વિદ્યાર્થીઓએ સારી રમત રમી ઈન્ડિયાની ટીમને બંને ટીમોએ સુવર્ણ પદક જીતાડવામાં અહમ ભૂમિકા ભજવી હતી. તેથી તેઓને ગજેરા વિદ્યાભવનના કોચ, સ્પોર્ટ્સ ઈન્ચાર્જ તેમજ સાળાના પ્રિન્સીપલ અને ટ્રસ્ટી સુનીલભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.