તાપી :- વાલોડ (પોલાદ ગુજરાત : જાગીન ગામીત)
આ પ્રસંગે વાલોડ વિભાગ કેળવણી મંડળ ના નરેશભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ અને અશ્વિનભાઈ શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ વર્ગમાં વક્તા તરીકે મંજુલાબેન ચૌધરી, પ્રિયંકાબેન વસાવા તથા વિવેકભાઈ કાંકટે દ્વારા અલગ અલગ વિષયો પર મહિલાઓને માહિતી આપવામાં આવી હતી.
આ વર્ગમાં ૪૦૦ થી પણ વધારે બહેનોએ ભાગ લીધો હતો.
નારી સુરક્ષા સન્માન અને સશક્તિકરણ ના વર્ગ દરમિયાન મહિલાઓને એક ફોર્મ આપી સમાજ પ્રત્યે પોતાની પ્રતિક્રિયા અને પોતે સમાજમાં આગળ વધવા માટે શું કરવા ઈચ્છે છે એ બાબતો વિશે માહિતી માંગવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન દિવ્ય જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ વાલોડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ એક સેવાભાવી સંસ્થા છે જે સમાજમાં વખતોવખત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહે છે અને સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું કાર્ય કરવામાં આવે છે.