આહવા: તા: ૨૮ : દર વર્ષ મુજબ આ વર્ષે પણ નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝીયમ, કોલકતા, નહેરુ સાયન્સ સેન્ટર-મુંબઈ, તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા “નિરંતર વિકાસ માટે બુનિયાદી વિજ્ઞાન : પડકાર અને સંભાવના” વિષય પર નેશનલ સાયન્સ સેમીનારનુ આયોજન કરેલ. જે વિજ્ઞાન સબંધિત વિષય પર યોજવામા આવે છે. તેનો મુખ્ય હેતુ શાળાઓના તેજસ્વી વિધાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાનો છે.
આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત રાજયના દરેક જિલ્લા તેમજ રાજય ક્ક્ષાએ સેમીનારનુ આયોજન કરવાનુ વિચારેલ, જે પ્રથમ તબક્કે જિલ્લા ક્ક્ષાએ સેમીનારનુ આયોજન પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાજેતરમા પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ ખાતે જિલ્લા ક્ક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર યોજાયો. જેમા ડાંગ જિલ્લાની ૬ માધ્યમિક શાળાઓએ ભાગ લીધો.
એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, આહવાના ગાંગોર્ડે યશ મોહનભાઈ પ્રથમ અને સરકારી મા. શાળા, આહવાના દૈયા માધુરીબેન પોખરાજભાઈ દ્વિતીય ક્રમે પસંદ થયેલ છે, જે હવે પછી રાજય ક્ક્ષાના સેમીનાર ના ભાગ લેવા માટે જશે.
–