(પોલાદ ગુજરાત): આહવા: તા: ૨૧: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GSERT) – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) વઘઈ આયોજિત ડાંગ જિલ્લા કક્ષાનો ૧૧ મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫-૨૬ આજરોજ પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલના અધ્યક્ષ સ્થાને વઘઈ ડાયટ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ જણાવ્યું હતું કે, શિક્ષણમાં ઇનોવેશન કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું ખુબજ જરૂરી છે. ઓનલાઇન શિક્ષણ થી સારું શિક્ષણ મેળવવું જોઇએ તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને નવું શીખવાની જિજ્ઞાસા જાગે તે માટે કાર્ય કરવું જરૂરી છે. ભવિષ્ય નિર્માણની જવાબદારી નિભાવનારા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમા વાંચન, લેખન અને ગણન પ્રક્રિયા સરળ બનાવવા માટે નવતર પ્રયોગો કરી, શિક્ષણની ગુણવત્તામા વધારો કરાયો છે. તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓની સમસ્યા નિવારણ માટે ઇનોવેટીવ થઈ કામ કરે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઈ દેશખમુખે જણાવ્યું હતું. વઘઇ ખાતે યોજાયેલ ૧૧ મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમા ડાંગ જિલ્લાના વિવિધ કુલ ૨૪ જેટલી શાળાઓના શિક્ષકો દ્વારા નવતર પ્રવૃતિઓની કૃતિઓ રજુ કરવામા આવી હતી.
એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમા વઘઇ વઘઇ ડાયટના પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉત, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, બી.આર.સી./સી.આર.સી તેમજ શિક્ષકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–
