ડીંડોલી સર્વેલન્સની ટીમને મળેલ બાતમીના આધારે લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને વિદેશી દારૂનો જથ્થો સાથે ઝડપી પાડવામાં મળી સફળતા
(પોલાદ ગુજરાત) તા.૨૮, સુરત : ડીંડોલીના કરડવા તળાવ તરફ જતા રોડ ઉપર આવેલ ચાર રસ્તા પાસેથી ડીંડોલી સર્વેલન્સ પોલીસની ટીમે લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી કરતા પલસાણાના યુવકને રૂપિયા ૨૭૧૩૫ ના દારૂ સાથે ઝડપી પાડ્યો હતો.
ડીંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સપેક્ટર ઇન્ચાર્જ એસ.એમ.પઠાણ ની મળેલ સુચના અને સર્વેલન્સ ટીમના સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી ના માર્ગદર્શન હેઠળ તથા નવાગામ ચોકીના પીએસઆઇ ડી.આર.બથવાર સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ડીંડોલી પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો.કો. રણજીતસિંહ બનેસંગભા ને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ડીંડોલી વિસ્તારના મધુરમ સર્કલ નહેરવાળા રસ્તેથી કરડવા તળાવ તરફ જતા રોડ ઉપર એક। ગ્રે કલરની બ્રેઝા ફોરવીલ ગાડીમાં દારૂની હેરાફેરી થનાર છે તે બાતમીના આધારે ડીંડોલી પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી અને ગ્રે કલરની બ્રેઝા કાર પકડી પાડી હતી. કારમાં બેસેલા અતુલ સુરેશ ટેલર (રહે. સાઈ વિહાર સોસાયટી પલસાણા)ની ધરપકડ કરી હતી કારની અંદર તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ ૧૧૩ બોટલ જેની કિંમત રૂ. ૨૭૧૩૫ હજારનો વિદેશી દારૂનો જથ્થો તેમજ બ્રેઝા કાર જેની કિંમત ૭૦૦૦૦૦ મળી કુલ મુદામાલ રૂપિયા ૭,૨૭,૧૩૫ નો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,