ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોને અભિનંદન પાઠવું છું. – શ્રી સી.આર.પાટીલ
—-
દિલ્હીનું પરિણામ દર્શાવે છે કે, ઘમંડી લોકોને જનતાએ જાકારો આપ્યો છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે જનતાએ વિશ્વાસ બતાવ્યો છે. – શ્રી સી.આર.પાટીલ
—-
ભારતીય જનતા પાર્ટીએ વિઘાનસભા ચૂંટણીમાં તંદુરસ્ત હરિફાઇ કરીને, લોકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરીને આ જીત મેળવી છે. – શ્રી સી.આર.પાટીલ
(પોલાદ ગુજરાત) તા.૦૮, સુરત :
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દિલ્હીમાં આશરે 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી છે જે સંદર્ભે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.
શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દિલ્હીમાં આશરે 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે તેનો આનંદ આજે દેશવાસીઓ કરી રહ્યા છે. દિલ્હીમાં સતત દસ વર્ષથી નકારાત્મક રાજનીતી કરી છે તેવી રાજકીય પાર્ટીને જનતાએ વિઘાનસભામાં ચૂંટણીમાં જાકારો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વિઘાનસભા ચૂંટણીમાં તંદુરસ્ત હરિફાઇ કરીને, લોકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરીને આ જીત મેળવી છે. દિલ્હીમાં ઘમંડી લોકોને જનતાએ જાકારો આપ્યો છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે જનતાએ વિશ્વાસ બતાવ્યો છે અને તેઓ જાણે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કોઇ દિવસ ખોટા વચનો આપતા નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જે યોજના જનતા માટે જાહેર કરે છે તે છેવાડાના માનવીને પણ તેનો લાભ મળે તેવો પ્રયાસ કરતા હોય છે. કોઇ ખોટી લાલચ આપ્યા વગર તંદુરસ્ત હરિફાઇ કરી આ ચૂંટણીમાં જીત મળી છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું ખાતુ પણ ખુલ્યુ નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભાજપની વિચારધારા સાથે વિશ્વાસ રાખીને દિલ્હીના મતદારોએ જે રીતે દિલ્હીના ઉમેદવારોને જીત અપાવી છે તે બદલ મતદારોનો આભાર. દિલ્હીમાં આપ પાર્ટીએ જનતાને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓથી વચિંત રાખ્યા હતા તે યોજનાનો લાભ હવે દિલ્હીની જનતાને મળશે તેવો વિશ્વાસ છે. ભાજપ હમેંશા દરેક સેક્ટરને ધ્યાને રાખી યોજના જાહેર કરતુ હોય છે. ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોને અભિનંદન પાઠવું છું.
આ પ્રેસ કોન્ફરન્સમા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ,સુરત શહેર ના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ,શહેર મહામંત્રીશ્રીઓ શ્રી કિશોરભાઈ બિંદલ, શ્રી કાળુભાઈ ભીમનાથ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.