દારૂ અને બોલેરો ગાડી સહિત 6. 33 લાખનો મુદ્દા માલ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ
(સાજીદ સૈયદ , નર્મદા)
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં બુટલેરો દ્વારા પ્યાસીઓની વ્યાસ બુજાવવા હરિયાણા પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી દારૂ ઘૂસાડવામાં આવતા હોવાનું સમયાંતરે સામે આવતું રહે છે ત્યારે તેવીજ રીતે હાલ ચાલી રહેલા નવરાત્રિના તહેવાર ટાણે મહારાષ્ટ્રના શાહદાથી બોલેરો પીકઅપ વાનમાં ભરેલો દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની કોશિશ કરતા બે ખેપીયાઓને ડેડીયાપાડા પોલીસે કોકટી માલસામોટ પાસેથી ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનાનો મુખ્ય આરોપી બુટલેગર સ્થળ પરથી પોલીસને જોઈ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર ડેડીયાપાડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના શાહદાથી બોલેરો પિકઅપ વાનમાં દારૂનો જથ્થો ભરી ડેડીયાપાડા તાલુકાના કોકટી માલસામોટ ખાતે સગે વગે થવાનો છે. ત્યારે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી નં. એમ.એચ. 05 બી.ડી. 507 ને કોકટી માલસમોટ ખાતેથી ઝડપી પાડી તેની અંદર ચેક કરતા અલગ અલગ બ્રાન્ડનો 3.35 લાખના દારૂના જથ્થા સાથે બે આરોપી નામે (1) પ્રવીણ દિલીપ વસાવે રહે. કુરંગીગામ તા. શાહદા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) (2) આકાશ રાજુ ઠાકરે રહે. મસાવદ તા. શાહદા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) પકડાઈ ગયા હતા.
પકડાયેલા આરોપી પાસેથી પોલીસે દારૂ, બોલેરો પીકઅપ ગાડી, તથા મોબાઈલ સહિત 6.33 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે આ દારૂનો જથ્થો ભરી આપનાર તથા કોકટી માલસમોટ ખાતે દારૂનો જથ્થો લેનાર બુટલેગર અને મુખ્ય આરોપી (3) બોન્ડા તડવી મૂળ રહે. કાઠી, તા.અક્કલકુવા જી. નંદુરબાર હાલ રહે. લક્કડકોટ,(મસાવદ) તા. શાહદા, જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) પોલીસને જોઈ કોકટીગામ ખાતે સ્થળ ઉપરથી નાસી જતા તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.