(પોલાદ ગુજરાત): આહવા: તા: ૧૭: રાજ્યને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતોમિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તાલીમો, ખેતીલક્ષી પ્રેરણા પ્રવાસ, મોર્ડન ખેતીની મુલાકાત અને કિસાન ગોષ્ઠીનું આયોજન કરી માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.
તાજેતરમાં ડાંગના આહવા તાલુકાના ગોડલવિહીર ક્લસ્ટરમાં સમાવિષ્ટ વજારઘોડી ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૩૬ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનરો શ્રી પ્રકાશભાઇ અને અને શ્રી વિજયભાઇ દ્વારા દ્વારા રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ અને મોર્ડન ખેતી અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.