ડાંગ જિલ્લા વિધાનસભા સામાન્ય ચુંટણી; – મતદાન મથકો તેમજ તેની ૧૦૦ મીટરના વિસ્તારમા અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત નહી થવા બાબતનુ જાહેનામુ; –

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

આહવા: તા: 10: ડાંગ જિલ્લાની ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિઘાનસભા મતદાર વિભાગની ચૂંટણી આગામી તા.૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે.

જેમા મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાDang-District-Assembly-Sam મતદાન કરી શકે, તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ ન પહોંચાડે તથા અન્ય કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન આચરે તે માટે શ્રી ધર્મેન્દ્રસિંહ જે.જાડેજા, (આઇ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ નીચે મુજબ હુકમ કરેલ છે.

જે મુજબ, ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમા તા.૧/૧૨/૨૦૨૨ના રોજ ડાંગ જિલ્લાના ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિઘાનસભા મતદાર વિભાગની વિઘાનસભાની સામાન્ય ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમા કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહી, કે મતદાન મથકમા પ્રવેશી શકશે નહી, કે વાહનો લઈ જઈ શકશે નહી કે લાવશે નહીં.

આ હુકમમાંથી નીચે જણાવેલ વ્યકિતઓને મુકિત આપવામા આવે છે. જે મુજબ,

(૧) ચુંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામા આવેલ છે તે તમામ અધિકારીઓ/કર્મચારીઓ,

(૨) મતદાન કરવા આવનાર મતદારો,

(૩) ચૂંટણીમા ઉમેદવારી કરનાર,

(૪) ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન/ધંધાના સ્થળે આવવા-જવા,

(૫) ફરજ પરના પોલીસ/એસઆરપી/ હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનો,

આ જાહેરનામું ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Share this Article
Leave a comment