(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪: ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલની કલેક્ટર શ્રી મહેશ પટેલે જાત મુલાકાત લીધી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીત, RCHOશ્રી ડો. સંજય શાહ, સિવિલ સર્જનશ્રી ડો. અંકિત રાઠોડ સહિતના તબીબી અધિકારીઓ સાથે કલેક્ટર શ્રી મહેશ પટેલે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લઈ, સિવિલ સત્તાવાળાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું.
જુદા જુદા વોર્ડ સહિત કલેક્ટરશ્રીએ સિવિલ કેમ્પસની પણ જાત તપાસ કરી હતી.