તાપી જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત મંગળવારે મતગણતરી

adminpoladgujarat
1 Min Read

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાએ વ્યારા અને સોનગઢ તાલુકાના સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ રૂમની મુલાકાત લીધી
વ્યારા-તાપી ૨૦: તાપી જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા ગત રોજ તા.૧૯-૧૨-૨૦૨૧ના રોજ યોજાઇ હતી. જેના ઉપલક્ષ્યમાં મતદાન ગણતરી આજે તા.૨૧-૧૨-૨૦૨૧ના રોજ સવારે ૯ વાગ્યેથી હાથ ધરવામાં આવનાર છે.

જેમાં જિલ્લામાં કુલ સાત જગ્યાએ મતગણતરી કેંદ્રોએ મતગણતરી કરવામાં આવનાર છે. જેમાં વ્યારા તાલુકા માટે શ્રીમતી આર.પી.ચૌહાણ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી ખાતે, સોનગઢ તાલુકા માટે સરકારી વિનયન અને વાણિયજ કોલેજ સોનગઢ ખાતે, વાલોડ તાલુકા માટે સ.ગો.હાઇસ્કુલ, વાલોડ ખાતે, ડોલવણ તાલુકા માટે મામલતદાર કચેરી ડોલવણ ખાતે, ઉચ્છલ માટે સાર્વજનિક હાઇસ્કુલ, ઉચ્છલ ખાતે, નિઝર તાલુકા માટે સરકારી મોડેલ સ્કુલ નિઝર અને કુકરમુંડા તાલુકા માટે પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાએ આજે વ્યારા અને સોનગઢ તાલુકાના સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે ચૂંટણી સંબંધીત તમામ પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અધિકારી/કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + seven =

Exit mobile version