Harnish Gamit
——
સુરત:બુધવાર: પોરબંદરના મહર્ષિ દયાનંદ સાયન્સ કૉલેજના વિદ્યાર્થી અને હાલ સરકારી વિજ્ઞાન કૉલેજ- સોનગઢ, જિ.તાપી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા સંજય પી. સિદ્ધપુરાએ બોટની વિષયમાં “ફિજીયોલોજિકલ એન્ડ બાયોકેમિકલ સ્ટડીઝ ઇન ગ્રીનગ્રામ સિડઝ અંડર સ્ટોરેજ કંડિશન’ શીર્ષક હેઠળ શોધ મહાનિબંધ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જુનાગઢમાં રજૂ કર્યો હતો. જેને યુનિવર્સિટીએ માન્યતા આપીને પીએચ.ડી. ની પદવી એનાયત કરી છે. આ સંશોધન તેમણે પોરબંદરના મહર્ષિ દયાનંદ સાયન્સ કૉલેજના બોટની વિભાગના અધ્યક્ષ ડો.ભૂપેન્દ્રસિંહ એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું.
સરકારી વિજ્ઞાન કૉલેજ-સોનગઢ (તાપી)ના પ્રાધ્યાપક સંજય પી. સિદ્ધપુરા પીએચડી થયા
Leave a comment