સુરત : તા.૧૯ જૂન
નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત આજરોજ પંડિત દીનદયાળ ભવન ભાજપ કાર્યાલય ઉધના ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વડપણ હેઠળની કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થયાં તે નિમિતે “વિશેષ જન સંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમો” પૈકી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા _*નવોદિત મતદાતા યુવતી સંમેલન* નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રીમતી ડૉ તૃપ્તિબેન વ્યાસ દ્વારા વિશાળ સંખ્યામાં નવોદિત મહિલા મતદાતાઓને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નવ વર્ષના કરેલા કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સ્વરૂપે મહિલાઓ માટે કરવામાં આવેલા કાર્યો તથા મહિલા સુરક્ષા વિશે માહિતી આપી હતી.
આ સંમેલનમાં સુરત શહેરના અધ્યક્ષ શ્રી નિરંજન ભાઈ ઝાંઝમેરા, મહામંત્રી અને સુરત મહિલા મોરચાના પ્રભારી શ્રી મુકેશભાઈ દલાલ,મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ,શ્રી કિશોરભાઈ બિંદલ , સુરત શહેર ના મેયર શ્રી હેમાલી બેન,સુરત મહિલા મોરચાના પ્રમુખ શ્રી શીલાબેન તારપરા મહામંત્રી શ્રીમતી ડો. જાગૃતિબેન દેસાઈ, શ્રીમતી માયાબેન બારડ તેમજ સુરત શહેર મહિલા મોરચાની ટીમ તથા દરેક વોર્ડના મહિલા કોર્પોરેટર શ્રી,વોર્ડ ના પ્રમુખશ્રી ઓ,મહામંત્રી શ્રી ઓ તેમજ વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો હાજર રહી હતી,