સુબીર CHCમાં બેડ ખૂટતાં શિંગાણા PHC કેન્દ્રમાંથી મંગાવવા પડ્યાં

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

રૂપિયા ૨,૬૧,૧૬,૦૦૦/- નાં ખર્ચે બનાવાયેલા અદ્યતન સુવિધા સજજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સુબીરમાં દર્દીઓ માટે પૂરતાં બેડ જ નથી?

(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે)
ડાંગ જીલ્લાના ટ્રાયબલ અને પર્વતીય વિસ્તારમાં આવેલું સુબીર ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીસ અને આઈસોલેશન વોર્ડમાં ચાર મળી કુલ ૩૪ બેડ પથારીની અદ્યતન સુવિધાસજ્જ સામુહિક આરોગ્ય અને રેફરલ હોસ્પિટલમાં દાખલ રહેતા દર્દીઓ માટે પૂરતા બેડ જ નથી.
ગત્ રોજ સુબીર તાલુકામાં આવેલાં ઉગા ગામે એક ઘટનાં ઘટી હતી ગામનાં છોકરાંઓ સાંજે સાડા પાંચ વાગ્યાનાં સુમારે રમતાં રમતાં અને મસ્તી મસ્તીમાં રતનજ્યોત વનસ્પતિ છોડનાં બીજ ખાઈ ગયા હશે તેની ખબર કોઈ માતા પિતાને ન હતી અને જ્યારે સાંજે સાતેક વાગ્યાના સુમારે એક છોકરાનાં પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો અને ઝાડા ઉલ્ટીની થવા લાગી ત્યારે તેમનાં છોકરાએ જાણ કરી કે ગામનાં કેટલાક છોકરાઓ સાથે મળી રતનજ્યોતનાં બીજ ખાધાં હતા. આ સમગ્ર બનાવની જાણ માતા પિતાને થતાં ૧૦૮ ગાડીનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યુ હતું કે પેટમાં દુઃખાવો, ઉલ્ટી અને ઝાડા થાય છે તેવી કમ્પ્લેન સાથે ૧૦૮ ઇમરજન્સી ગાડી પર માત્ર એક દર્દીએ કોલ કર્યો હતો અને ૧૦૮ની ગાડી ગામમાં પહોંચી તો ત્યાં એક પછી એક ૧૭ જેટલાં બાળકોને એક જેવી જ કમ્પ્લેનને જોતાં તમામ બાળકોને ૧૦૮ મારફતે સુબીર CHC હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતા .

ફ્રુડ પોઈઝનિંગ અસરગ્રસ્ત તમામ બાળકોને સારવાર તો સમયસર મળી રહી હતી પરંતુ અદ્યતન સુવિધા સજજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતાં બેડની સગવડ ન રહેતા એક એક બેડ ઉપર ત્રણ ચાર બાળકોને સુવડાવી બાટલો ,ઈન્જેકશન આપવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ જિલ્લા વહિવટી તંત્ર થતાં જિલ્લા વહિવટી વિભાગ સુબીર CHC ખાતે દોડતું થયું હતું .અને બાળકોને વધુ કોઈ તક્લીફ ન થાય તે અંગે આખી નાઈટ ડોક્ટરો અને તેમનાં સ્ટાફ દ્વારા બાળકો ઉપર સતત નજર રાખવામાં આવી હતી.અને અપૂરતા ખાટલા બાબતે શીંગાણા phc કેન્દ્રમાંથી ઇમરજન્સીમાં ૧૦ બેડ મંગાવવા પડ્યા હતા.
ઉગા ગામે ફ્રુડ પોઈઝનિંગની અસરમાં સપડાયેલા બાળકોને ગતરોજ રાત્રે આઠ વાગ્યેનાં સમયે એક સાથે ૧૭ જેટલાં બાળકોને ૧૦૮ ગાડીમાં લાવવામાં આવ્યાં હતાં અને અડધો કલાક, કલાક પછી બીજા ચાર બાળકોને બાઇક પર વાલીઓએ સારવાર અર્થે લાવ્યા હતા .અને બીજા દિવસે પણ સવારે ત્રણ બાળકોને લાવવું પડયું હતું આમ ઉગા ગામનાં કુલ ૨૪ જેટલાં બાળકોએ રતનજ્યોતના બીજ ખાઈ ફ્રુડ પોઈઝનિંગ થયેલાં બાળકોને સમયસર સારવાર મળી ગઈ હતી અને હાલ તમામ બાળકોની તબિયત સારી છે તેવી જાણકારી જિલ્લા આરોગ્ય વિભાગ કચેરી ડાંગ તરફતી આપવામં આવી છે.
____________________________

Share this Article
Leave a comment