કાર્યક્રમ સંદર્ભે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક ; આનુશાંગિક વ્યવસ્થાઓ બાબતે કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ આપ્યુ ઉપયોગી માર્ગદર્શન
–
આહવા: તા: ૨૭: આગામી તા.૩૦મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીની અધ્યક્ષતામા શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ લોકાર્પણ/ખાતમુહૂર્તના રાજય કક્ષાના કાર્યકમની સાથે સાથે, ડાંગ જિલ્લાના પણ ૨૨ ગામોમા કુલ ૫૨ જેટલા આ યોજનાના આવાસોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવનાર છે.
આ અંગેની યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ સંબંધિત ગામોમા આયોજિત કાર્યક્રમો દરમિયાન હાથ ધરવાની થતી આનુશાંગિક વ્યવસ્થાઓ બાબતે સૂક્ષ્મ આયોજન ઘડી કાઢવા સૂચના આપી હતી.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે સવારના ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન હાથ ધરવાની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્રભાત ફેરી, વૃક્ષારોપણ, વાનગી સ્પર્ધા, આરોગ્ય તપાસણી અને વેક્સિનેસન કેમ્પ, પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ/ગોસ્ઠિ અને નિદર્શનના કાર્યક્રમોનુ પણ સૂચારુ આયોજન ઘડી કાઢવા માટે કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
સવારના કાર્યક્રમો બાદ બપોરે ૩ થી ૫;૩૦ વાગ્યા દરમિયાન યોજાનારા કાર્યક્રમો જેવા કે રંગોળી, સ્વસહાય જૂથોની બેઠકો, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સહિત સાંજે ૫;૩૦ થી ૭ વાગ્યા દરમિયાન રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણનો પણ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત પ્રજાજનો લાભ લઈ શકે તે માટેની વ્યવસ્થાઓ બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવામા આવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકની કાર્યવાહી સંભાળતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાડે કાર્યક્રમની પૂરક વિગતો પૂરી પાડી હતી.
બેઠકમા નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.