અર્ચના વિદ્યા નિકેતન શાળામાં AVN SPORTS FEST ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરાયું

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(પોલાદ ગુજરાત) તા.૦૧, સુરત : કમલપાર્ક વરાછા, સુરત સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં AVN SPORTS FEST 2024 નું ભવ્ય આયોજન થયું.
“તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનું નિર્માણ થતું હોય છે.”

રમતો પ્રત્યે વિદ્યાર્થીઓની ઋચીઓને પોષણ મળે સાથે સાથે વિદ્યાર્થીઓને વિવિધ રમતો વિશેની માહિતી મળે તેમજ વિદ્યાર્થીઓના શારીરિક ઘડતર માટેની શ્રેષ્ઠ તાલીમ મળે તે માટે રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ખેલ મહાકુંભ અને નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મેડલ મેળવેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દ્વારા મશાલપાસ કરી રમતોની શરૂઆત કરવામાં આવી.ખેલદિલીની ભાવનાથી વિદ્યાર્થીઓ રમે તેમજ રમતોના મૂલ્યો કેળવાય તે હેતુથી શરૂઆતમાં એંકર હંસાબેન અને મેહુલભાઈ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી.

વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.મુખ્ય અતિથિ અરવિંદભાઈ પટેલ,અમલેશ બાવરીયા,મુકેશ રાઠોડ,જીગ્નેશભાઈ, માટેટી સોમન્ના, મનોજસિંહ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ રમતનું જીવનમાં મહત્ત્વ વિશે વિદ્યાર્થીઓને વિશેષ માહિતી આપી.કાર્યક્રમમાં SPC અને ભારત એન્ડ સ્કાઉટ ગાઇડ દ્વારા પરેડ કરવામાં આવી. શાળાના પ્રમુખ ડૉ.ધીરજલાલ પરડવા, નિયામક ડૉ.ચંદુભાઈ ભાલીયા, આચાર્યશ્રી ડૉ. રજીતા તુમ્માના માર્ગદર્શન અને આયોજન હેઠળ સમગ્ર રમતોત્સવ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થયો.

Share this Article
Leave a comment