આહવા : તા : ૧૯ : આજે ડાંગ જિલ્લામા યોજાઇ રહેલા ૩૬ સરપંચ તથા ૩૨૬ સભ્ય પદના મતદાન વેળા સાંજે ૫ વાગ્યા સુધીમા અંદાજિત ૭૭.૫૧ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામા ૧૩ પંચાયતોમા નોંધાયેલા ૧૮,૮૯૪ પુરુષ અને ૧૮,૮૯૭ સ્ત્રી મળી કુલ ૩૭,૭૯૧ મતદારો પૈકી સાંજે ૫ વાગ્યા સુધીમા ૧૩,૬૨૦ પુરુષ અને ૧૪,૨૪૦ સ્ત્રી મળી કુલ ૨૭,૮૬૦ મતદારોએ મતદાન કરતા અહી ૭૩.૭૨ ટકા મતદાન નોંધાયુ છે.
તો વઘઇ તાલુકામા ૧૪ પંચાયતોમા નોંધાયેલા ૧૬,૫૯૧ પુરુષ અને ૧૬,૬૨૩ સ્ત્રી મળી કુલ ૩૩,૨૧૪ મતદારો પૈકી ૧૩,૩૧૦ પુરુષ અને ૧૩,૭૦૧ સ્ત્રી મળી કુલ ૨૭,૦૧૧ મતદારોએ મતદાન કરતા અહી ૮૧.૮૩ ટકા, અને સુબિર તાલુકામા ૧૨ પંચાયતોમા નોંધાયેલા ૧૨,૫૦૯ પુરુષ અને ૧૨,૧૨૦ સ્ત્રી મળી કુલ ૨૪,૬૨૯ મતદારો પૈકી ૯,૫૬૮ પુરુષ અને ૯,૩૯૭ સ્ત્રી મળી કુલ ૧૮,૯૬૫ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા અહી ૭૭ ટકા મતદાન નોંધાયુ છે.
આમ, જિલ્લામા સરેરાશ ૭૭.૫૧ ટકા મતદાન સાંજે ૫ વાગ્યા સુધીમા નોંધાઇ ચૂક્યુ છે. જ્યારે મતદાનનો સમય સાંજના ૬ વાગ્યા સુધીનો છે.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા આહવા તાલુકામા એક તથા વઘઇ તાલુકામા એક મળી કુલ બે પંચાયતો, આ અગાઉ જ બિન હરીફ જાહેર થઈ હતી. સાથે અન્ય ૩ સરપંચો પણ બિનહરીફ થતા, અહી કુલ પાંચ સરપંચ, અને ૪૪ સભ્યો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. ત્યાર બાદ અહી ૩૬ સરપંચ તથા ૩૨૬ સભ્ય પદ માટે આજે શાંતિપૂર્ણ માહોલમા મતદાન નોંધાયુ છે.
—