(પોલાદ ગુજરાત) સુરત : ગત રોજ ૦૬ ઓક્ટોબર ૨૩ ના રોજ સવારના ૧૦:૪૦ વાગ્યાના અરસામાં શહેરના અમરોલી જકાતનાકા ટ્રાફિક પોઇન્ટ પર TRB જવાન ફરજ પર હાજર હતા તે સમય દરમિયાન એક અજાણ્યો ચોર ઈસમ એક રાહદારી વ્યક્તિનો મોબાઈલ ફોન ખેચીને ભાગતો હતો તે દરમિયાન ત્યાં હાજર ટી.આર.બી. મિથુન પ્રેમભાઇ ચાવડા, ટી.આર.બી. દિનેશ પ્રભુભાઈ અને ટી.આર.બી. રાહુલ કૈલાશચંદ્ર દાયમાં નાઓએ મોબાઈલ ફોન ઝુંટવી ભાગવાનો પ્રયાસ કરનાર ચોરનો પીછો કરી ચોર ને પકડી પાડી પોલીસ કંટ્રોલ રૂમના ૧૦૦ નંબર પર કોલ કર્યા હતાં જેથી સ્થળ પર તાત્કાલિક પીસીઆર વાન આવી જતાં વધુ કાર્યવાહી અર્થે ચોરને પીસીઆર ના પોલીસ કર્મીઓને સોપવામાં આવ્યો હતા, એમ ઉપરોક્ત TRB જવાનોએ પ્રશંસનીય કામગીરી કરી હતી.