ડીસ્ટાપના પીએસઆઇ હરપાલસિંહ મસાણી અને એમની ટીમની સફળ કામગીરી : ડીંડોલી પોલીસ મથકના ડીસ્ટાપની ટીમ અનેક ગુનાઓ શોધી કાઢવા હમેશાં સક્રિય હોય છે,
(પોલાદ ગુજરાત) તા.૨૮, સુરત : નવાગામ ડીંડોલી વિસ્તારના ગાયત્રી સોસાયટીમાં આવેલ મહાદેવજી મંદિર પાસે ગઈ ૨૪ ફેબ્રુઆરીના રોજ ફરિયાદી અશોક ભગવાન પાટીલ રહે- લઉગામ તા. શીંદખેડા જીલ્લો ધુલિયા મહારાષ્ટ્ર નાઓ વતનથી પોતાના સગા સંબંધીને મળવા માટે ડીંડોલી સુરત આવેલ તે વખતે બપોરના સમયે આ કામના બે આરોપીઓ વિજય ઉર્ફે ડબ્બા ભગવાન પાટીલ તથા જીતેન્દ્ર ઉર્ફે સોનિયા દિપક કડુકારે ફરિયાદીને તું વતનથી અહીંયા કેમ આવેલ છે? તેમ કહી ગાળા ગાળી કરી ઝઘડો કરેલ અને આરોપી વિજય ઉર્ફે ડબ્બાએ નજીકમાં પડેલ પાવડો ફરિયાદીશ્રીના માથાના તથા જાંઘના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી બંને ઈસમો નાસી ગયેલ, જે બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો,
આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ડીંડોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પો. ઈન્સ્પેકટર એસ.એમ.પઠાણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના માણસો સાથે મળી વર્ક આઉટ દરમ્યાન હે.કો. રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, હે.કો. અનિલ રામ અવતાર, હે.કો. કિરીટભાઈ હરિભાઈ, પો.કો. નિકુલદાન ચેનદાન, પો.કો. બ્રિજરાજસિંહ ભરતસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનાના બન્ને આરોપીઓ (૧) વિજય ઉર્ફે ડબ્બા ભગવાન પાટીલ ઉવ.૨૫ રહે- પ્લોટ નં.૯૫ પાંડેનગર-૦૧ માતૃભૂમિ સ્કૂલ પાછળ નવાગામ ડીંડોલી સુરત
(૨) જીતેન્દ્ર ઉર્ફે સોનિયા દિપક કડુકારે ઉવ.૩૧
રહે- પ્લોટ નં.૯૩ ગાયત્રીનગર-૧ નવાગામ ડીંડોલી સુરત.ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે,
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી વિજય ઉર્ફે ડબ્બા ભગવાન પાટીલ ખટોદરા પો.સ્ટે. તથા કડોદરા જીઆઇડીસી પોસ્ટે. ના મર્ડરના ગુનામાં, પૂણા પો.સ્ટે.માં લૂંટના ગુનામાં તેમજ ડીંડોલી પોસ્ટેમાં પ્રોહિબિશન, મારામારીના ગુના સહિત કુલ -૦૬ ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યા છે,