(મનિષ બહાતરે / અશ્વિન ભોયે) તા.૫,આહવા : ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ હનવતપાડા ગામનાં ગાવઠાન ફળીયામાં રહેતા આશરે ૧૭ વર્ષીય યુવાનનું કરંટ લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું
મળતી માહિતી મુજબ સુબીર તાલુકાના હનવતપાડા ગામના યુવાન મહેશભાઈ ઝીપરભાઈ ભોયે બપોરે આશરે ત્રણ વાગ્યાનાં સમયની આસપાસ ભાત સફાઇ કરવામાં માટે ઈલેક્ટ્રીક પંખો ચાલુ કરવા જતાં ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો અને કરંટ લાગતાની સાથે યુવાન પાછળ ફેંકાઈ ગયા હતા જેના કારણે મગજમાં વાગી ગયું હતું અને મોત નીપજ્યું હતું નાની ઉંમરે મોતને ભેટતાં પરિવારમાં માતમ છવાયો છે. આ ઘટનાને પગલે હનવતપાડા ગામમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.