ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ હરપાલસિંહ મસાણીએ ગણતરીના સમયમાં સર્વેલન્સ ટીમ ને સાથે રાખી ઉધના અને ડીંડોલીના ગુનામાં નાસતો ફરતો રીઢા ગુનેગાર વધુ બીજો કોઈ ગુનો કરે તે પહેલાં ઝડપી લીધો
(પોલાદ ગુજરાત ન્યુઝ : પ્રતિનિધિ) તા.૨૬, સુરત: ડીંડોલી પોલીસ મથકમાં સગીર યુવતીએ ૨૫ ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવેલ કે તેઓ ૨૩ ફેબ્રુઆરીના રોજ બપોરે એમની ૧૪ વર્ષીય બહેનપણી સાથે નવાગામ ડીંડોલી વિસ્તારમાં આવેલ બાબા મેમોરિયલ હોસ્પિટલ પાછળ આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં જી.ઈ.બી ની ઓફિસે લાઈટ બિલ ભરીને પસાર થતા હતા તે વખતે રીઢો ગુનેગાર ગણેશ ઉર્ફે ગણ્યો વાઘ તથા પ્રેમ ઉર્ફે ચોર નાઓએ મોપેડ ઉપર આવી બંન્ને યુવતીઓને રસ્તામાં રોકીને છેડતી કરીને ગંદી ગાળો આપતા, યુવતીએ ગાળો આપવાની ના પાડેલ જેથી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ. આ ધટનાની ફરીયાદ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાયેલ હોય તે તપાસ અર્થે ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ નાસી જનાર ગુનેગારને શોધી કાઢવા સર્વેલન્સના સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી ને સુચના આપેલ, મળેલ સુચના મુજબ ડીસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ મસાણી ડીસ્ટાફના પોલીસ માણસો સાથે આરોપીઓને ઝડપી લેવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હે.કો. રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, હે.કો. જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ, પો.કો. નિકુલદાન ચૈનદાન, પો.કો. બ્રિજરાજસિંહ ભરતસિંહ નાઓએ મળેલ બાતમી હકીકત આધારે મુખ્ય આરોપી ગણેશ ઉર્ફે ગણ્યો રવિન્દ્ર વાઘ ઉવ.૨૩ રહે- ઘર નં.૦૫ CNG પંપ પાછળ, ગાંધી કુટીર પાસે ભટાર સુરત નાઓને ઝડપી પાડી બીજો આરોપી પ્રેમ ઉર્ફે ચોર પોલીસ પકડથી હજુ ફરાર છે,
પકડાયેલ મુખ્ય આરોપી ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ ૧૮ ફેબ્રુઆરીના રોજ ફરિયાદી ગણેશ સેંદાણે રહે- ભીમનગર આવાસ ઉધના સુરત નાઓ ઉધના રોડ નંબર ૧૩ ઉપર જતા હતા તે વખતે આરોપી ગણેશ ઉર્ફે ગણ્યા વાઘ તથા પ્રેમ ઉર્ફે ચોર તથા સની બોરસે એ ઝઘડો કરેલ અને ગણેશ ઉર્ફે ગણ્યા વાઘે ફરિયાદીની જાંઘમાં ચાકુ મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયેલ, અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં પણ એમની વિરૂદ્ધ ગુનો દાખલ થયેલ હતો,
પકડાયેલ મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી ગણેશ ઉર્ફે ગણ્યો રવિન્દ્ર વાઘ સુરત શહેરના ઉધના, ડીંડોલી, ખટોદરા, સરથાણા, લિંબાયત, જહાંગીરપુરા, સચિન, ઉમરા સહિતના પોલીસ સ્ટેશનમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, રાઇટીંગ, મોબાઈલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ, શરીર સંબંધી ગંભીર ગુનાઓ સહિત કુલ ૧૮ જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે,