આહવા ખાતે “જલવાયુ પરીવર્તન આધારીત ચિત્રસ્પર્ધા” યોજાઈ

adminpoladgujarat
1 Min Read

આહવા: તા: ૨૮ : “જલવાયુ પરીવર્તન” વિષય આધારીત ચિત્રસ્પર્ધાનુ આયોજન જલવાયુ પરીવર્તન વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજયમા કરવામા આવેલ હતુ. જેના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર પુરસ્કૃત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ડાંગ દ્વારા તાજેતરમા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલના આચાર્ય શ્રીમતી સોનલબેન મેકવાનાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામા આવ્યુ હતુ.

આ સ્પર્ધામા ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૭૨ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો. જેમા પ્રથમ ક્રમે વસાવા ધવલશ્રી, દ્વીતીય ક્રમે ગાવિત સલોમીબેન અને તૃતિય ક્રમે મસ્યા સૂરજભાઈ વિજેતા થયા જેમને સ્મૃતિ ભેટ, પ્રમાણપત્ર અને રોકડ ઈનામ મહેમાનોના હસ્તે એનાયત કરવામા આવ્યા હતા.
નિર્ણાયક તરીકે શ્રીમતી વૈદેહી પુરાણીક, શ્રી પંકજભાઈ નિરંજન અને શ્રી ભાવેશભાઈ લાડે ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રી દેવાંગભાઈ દ્વારા કરવામા આવ્યુ હતુ. ચિત્રસ્પર્ધા સફળ કરવા માટે પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર આર.ડી.સુર્યવંશી તથા અન્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 4 =

Exit mobile version