ડાંગ જિલ્લાના ઝરણ ગામે ત્રણ વર્ષનું બાળક રમતા રમતા પાણીના ભૂગર્ભ ટાંકામાં પડી ડુબી જતાં મોત નિપજ્યું પરિવારમાં સવાઈ ગમગીની
- આહવા
મળતી માહિતી મુજબ તા.૦૧/૧૦/૨૦૨૨નાં રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાના અરસામાં તુષાર હરેશભાઈ ખુરકુટે ઉંમર આશરે ત્રણ વર્ષ જેઓ રમતા રમતા ઘરનાં આંગણામાં બનાવવામાં આવેલ પાણીની ભુગર્ભ ટાંકી નું ઢાંકણું ખુલ્લું રહી જતા તેમાં પડી ગયા હોય જેની ઘરના ઓને કોઈ જ ખબર ન પડી હતી અડધો કલાક પછી તુષાર નામનાં બાળકની આમતેમ શોધ ખોળ કરાતા છતાં ન મળતાં તેની માતાને પાણીની ભુગર્ભ ટાકામાં પડી ગયા હોય તેવો શક જતા તેમાં ઉતરી અને ચેક કરતા તેમાંથી બાળક મૃતક હાલત માં મળી આવતાં તેની માતા ત્યાંજ જમીન પર ઢળી પડી હતી તથા પરિવારનાં માથે આભ તુટી પડ્યું હોય તેમ સમગ્ર પરિવાર સહિત આખું ગામ શોખમાં ડૂબ્યું હતું.