એ.સી.બી.ની સફળ ટ્રેપ : એકતાનગર પોલીસ સ્ટેશન (કેવડીયા) ના ASI ધવલભાઈ પટેલ રૂપિયા ૩૦૦૦ લાંચ લેતા રંગે ઝડપાયા

adminpoladgujarat
1 Min Read

(સૈયદ સાજીદ : રાજપીપળા) એસીબીને એક જાગૃત નાગરિક દ્વારા મળેલ ફરીયાદના આધારે આ કામના ફરીયાદી અગાઉ આંકડા જુગારના ધંધા કરતા હતા. તેનો જુનો વ્યવહાર બાબતે એકતાનગર પોલીસ સ્ટેશન (કેવડીયા) ના ASI ધવલભાઈ પટેલે ફોન કરી રૂપિયા ૩૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવેલ. જે લાંચની રકમ રૂ.૩૦૦૦ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે પંચની હાજરીમાં રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૩૦૦૦ ની લાંચની માંગણી કરી હતી, એસીબીએ પ્રતિમા હોટલની બાહર, કેવડીયા મેઈન બજાર પાસે છટકું ગોઠાવતા આરોપી ધવલભાઈ વાડીલાલ પટેલ, ઉ.વ.૩૪, ધંધો – નોકરી, એ.એસ.આઈ. વર્ગ-૩, બીટ નં.૧, એકતાનગર પોલીસ સ્ટેશન, (કેવડીયા) તા.ગરૂડેશ્વર, જી-નર્મદા, હાલ રહે. ૩૨, શ્રીરામ સોસાયટી, જકાતનાકા પાસે, રાજપીપલા, જી-નર્મદા, વાળાએ લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ ગયો હતો. ઉપરોક્ત સફળ ટ્રેપીંગ કરનાર અધિકારી
શ્રી એસ.વી.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર.
ભરૂચ એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ. તથા સ્ટાફ. તેમજ
સુપરવીઝન કરનાર અધિકારી શ્રી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક,
એ.સી.બી. વડોદરા એકમ, દ્વારા કરવામાં આવ્યો હતો.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 4 =

Exit mobile version