આહવા: તા: ૧૬: સમૃદ્ધ વન પ્રદેશ ધરાવતા ડાંગ જિલ્લાના વન, પર્યાવરણની જાળવણી અર્થે કાર્યરત વન વિભાગના દક્ષિણ વન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કરવાના અહેવાલો તાજેતરમા પ્રસિદ્ધ થયા હતા.જે બાબતે દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડ્યાના જણાવ્યા અનુસાર તેમના કાર્ય વિસ્તાર હસ્તકના આહવાના રિઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નંબર ૧૩૧ મા કથિત ડુંગર ખોદીને માટીની થઈ રહેલી ચોરીની બાબતે જાત તપાસ કરતા આવુ કોઈ ખોદકામ રિઝર્વ/પ્રોટેક્ટ ફોરેસ્ટના કાર્ય વિસ્તારમા ચાલી રહ્યુ નથી.
વધુમા અહેવાલમા જણાવ્યા અનુસાર આહવા ખાતે કોઈ ઇકો સેન્સેટિવ ઝોન અસ્તિત્વમા નથી. જેથી રાજ્ય સરકારના વન વિભાગની કામગીરીને લાંછન લગાવતા આ પાયાહીન અહેવાલથી પ્રજાને ગેરમાર્ગે નહિ દોરાવાનો પણ શ્રી પંડ્યાએ અનુરોધ કર્યો છે.
–