આહવા: તા: ૧૩: તાજેતરમા દમણ ખાતે યોજાયેલી ત્રીજી હોનોર ટેકવેન્ડો કપમા ડાંગના ટાબરીયાઓએ મજબૂત પંચ મારીને એક સાથે પંદર પદકો પોતાને નામ કર્યા છે.
હોનોર માર્શલ આર્ટ એકેડમી, દમણ દ્વારા આયોજિત ત્રીજી હોનોર ટેકવેન્ડો કપ પુમશે એન્ડ સ્પીડ કિકિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૧ ની આ ઓનલાઈન કોમ્પિટિશનમા ભાગ લેતા આહવાની ન્યુ વિઝન ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ-આહવાના બાળકોએ પુમશે અને સ્પીડ કિકિંગમા ઉત્કૃષ્ટ દેખાવ નોંધાવ્યો હતો. જુદી જુદી કેટેગરીમા યોજાયેલી આ સ્પર્ધામા શાળાના ત્રણ બાળકોને ગોલ્ડ મેડલ, પાંચ બાળકોને સિલ્વર, અને સાત બાળકોને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થવા પામ્યા છે.
કોચ પૃથ્વી ભોઈ અને ચેતન ગાયકવાડના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહેલા આ બાળ ખેલાડીઓ પૈકી જેમને ગોલ્ડ મેડલ એનાયત થયા છે તેમા અન્વેશા ગાંગુર્ડે, અનન્યા જોશી, અને આદર્શ જોશી, સિલ્વર મેડલ મેળવનારા દેવેન્દ્રસિંહ બારૈયા, આકાંક્ષા રાજપૂત, પ્રદ્યુન ભોયે, રાહુલ શિંદે, અને હેત ડોબરિયા, તથા બ્રોન્ઝ મેળવનારાઓ ભુપેન્દ્રસિંહ બારૈયા, આર્યન સેલર, ઇશિકા ડોબરિયા, આકાંક્ષા શેંડે, પૂજા રાજપૂત, એલેક્સિયા ભોયે, અને દેવયાનશી બારીયાનો સમાવેશ થાય છે.
–