કલેકટર શ્રી એન.કે.ડામોરેનુ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન
આહવા; તા; ૩૧; રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૪થી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ સાથે કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે શ્રેણીબદ્ધ બેઠકોનો દોર શરુ કર્યો છે.ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ સંબંધિત કામગીરીમાં જોતરાઈ ગયા છે. આહવા નજીક લશ્કરીયા ખાતે આયોજિત થનારા કાર્યક્રમ સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગોના અધિકારીઓએ તેમના હસ્તકની કામગીરીનો પ્રારંભ કરી દીધો છે.ઉલ્લેખનીય છે કે, આગામી તા.૪/૧/૨૦૨૦ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડાંગ જિલ્લાના પાણી પુરવઠા બોર્ડ સહીત અનેકવિધ વિભાગોના વિકાસ કામોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામા આવનાર છે.
–