ડિંડોલી પોલીસની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે સ્નેચિંગના સીરિયલ આરોપીને ઝડપી પાડી ગુનાખોરી પર લગામ લગાવી,
(પોલાદ ગુજરાત) સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવી તેમના પર્સ છીનવી લેતા આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ બે અલગ અલગ સ્નેચિંગના ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં પેટ્રોલિંગ અને ટેકનિકલ સર્વેલન્સ વધારવામાં આવ્યું હતું. જેના આધારે ડિંડોલી પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે આરોપી મોહમ્મદ ઉર્ફે બોબડા સરવરખાન પઠાણને ઝડપી પાડ્યો હતો.
🔎 આરોપીની વિગતો
<span;>પકડાયેલ આરોપી મોહમ્મદ ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ (રહે. રેશમનગર, ચંડાલ ચોકડી પાસે, ઉન, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આરોપીનો ગુનાઓ અને ઇતિહાસ મુજબ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોપી સામે અગાઉ પણ ચોરી અને અન્ય ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ ચોકબજાર પોલીસમાં બે ગુના, પાંડેસરા પોલીસ અને ખટોદરા પોલીસમાં પણ ગુનાઓ નોંધાયા છે, પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 1.33 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં
4 મોબાઈલ ફોન (₹24,000), રોકડા રૂપિયા 39,000એક મોટરસાયકલ (₹ 70,000) સમાવેશ થાય છે, ઉપરોક્ત ગુના શોધી કાઢવાની સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ. વાઘેલા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાટ, તેમજ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ એલ.એચ. મસાણી, ASI યોગેશભાઈ રતનભાઈ,અ.હે.કો. મીલીંદ તુકારામ, અ.હે.કો. હીતેષસિંહ રામસિંહ, અ.હે.કો. જીગરભાઇ મેલાભાઇ, અ.પો.કો. યશપાલસિંહ પ્રધ્યુમનસિંહ સહિતનાએ પ્રસંશનીય કામગીરી કરી હતી.

