ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગરના “વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત પ્રમુખશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જલ સંસાધન મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા

(પોલાદ ગુજરાત)
3 ડિસેમ્બર, સુરત : શહેરના ઉધના સ્થિત ભાજપા કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે શુક્રવારે સાંજે મહાનગરના “વોર્ડના પૂર્વ હોદ્દેદારશ્રીઓનો વિદાય સમારંભ અને વોર્ડના નવનિયુક્ત વોર્ડ પ્રમુખશ્રીઓનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટય, વંદે માતરમ્ ગાન અને સંગઠનાત્મક ગીતો સાથે થયો હતો.

શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તેમના સ્વાગત પ્રવચનમાં તેમના કાર્યકાળ દરમિયાન ભાજપાએ પ્રાપ્ત કરેલી વિવિધ સિદ્ધિઓ અંગે વિસ્તૃત છણાવટ કરી કાર્યકર્તાઓનું આભાર દર્શન કર્યું હતું.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબએ કાર્યકર્તાઓને ગહન માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનમાં કાર્યકર્તા જ સૌથી મહત્વના હોવાનું જણાવ્યું હતું અને સૌએ કાર્યકર્તાઓની હંમેશા કદર કરવા જણાવ્યું હતું.ભાજપની અભૂતપૂર્વ જીતમાં કાર્યકર્તાઓની જ મહેનત સર્વોપરી હોવાનું જણાવી સૌએ જીવન પર્યંત પક્ષ પ્રત્યે કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું..

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સંગઠનના વિવિધ પદાધિકારીઓ, પૂર્વ તેમજ વર્તમાન સાંસદ, મનપાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…

Share this Article
Leave a comment