રાજ્ય સરકાર અને રેડક્રોસ સોસાયટી દ્વારા ડાંગ જિલ્લાના મીડિયાકર્મીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

ફિટ ઈન્ડિયા-ફિટ મીડિયા, જિલ્લો ડાંગ

ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે હેલ્થ કેમ્પની મુલાકાત લીધી

(મનીષ બહાતરે : આહવા પ્રતિનિધિ)

(પોલાદ ગુજરાત) આહવા: તા: ૧૪ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા-ફિટ મીડિયા’ અભિયાનના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી રાજ્ય સરકારના માહિતી વિભાગ અને રેડક્રોસ સોસાયટી-ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત રાજ્યના મીડિયાકર્મીઓ માટેના શ્રેણીબદ્ધ આરોગ્ય તપાસણી કેમ્પ પૈકીનો એક કેમ્પ આહવા ખાતે યોજાઈ ગયો.

 

 

આહવા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા ડાંગ જિલ્લા કક્ષાના આ આરોગ્ય ચકાસણી કેમ્પ વેળાએ, ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે કેમ્પની આકસ્મિક મુલાકાત લઈ, રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત આ અભિયાનની જાણકારી મેળવી, મીડિયાકર્મીઓને આવા આરોગ્ય કેમ્પનો લાભ લેવાથી છુપા રોગો અને તેના લક્ષણો સામે આવતા, વેળાસર સાવચેતી અને સલામતીના પગલા લઈ શકાય છે, તેમ કહ્યું હતું.

કલેક્ટરશ્રીએ “પહેલું સુખ તે જાતે નર્યા” એ ઉક્તિને અનુસરીને જો દરેકનુ સ્વાસ્થ્ય સારું હશે તો તેઓ તેમના કાર્યક્ષેત્રમા ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકશે તેમ જણાવી, સ્ટ્રેસ અને અનિયમિતતા ભરેલી લાઈફ સ્ટાઇલને કારણે પત્રકારોએ પોતાના આરોગ્યની સંભાળ સમયાંતરે અવશ્ય કરાવતા રહેવુ જોઈએ તેમ જણાવ્યુ હતું.

પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે. તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ અગત્યની બાબત છે. એટલા માટે જ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા રાજયભરમા હેલ્થ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામા આવ્યું છે.

આહવાના કેમ્પ દરમિયાન જિલ્લા રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેનશ્રી ડો.એ.જી.પટેલે રેડક્રોસ સોસાયટી દ્વારા હાથ ધરાઈ રહેલી આરોગ્ય વિષયક સેવાઓ અને કાર્યો વિશેની વિગતો આપવામા આવી હતી.

 

 

આ પ્રસંગે ડાંગ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારે, સમાચારો માટે સતત દોડતા રહેતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મીડિયાકર્મીઓ માટે સમગ્ર રાજ્યમા શ્રેણીબદ્ધ આરોગ્ય કેમ્પનુ કર્યું છે. ત્યારે ડાંગ જિલ્લામા યોજાયેલ હેલ્થ ચેકઅપ કેમ્પમા પત્રકારો મિત્રોએ મોટી સંખ્યામાં ભાઈ લઈ પોતાનુ હેલ્થ ચેકઅપ કરાવી જે ઉત્સાહ દાખવ્યો છે, તેને બિરદાવ્યો હતો.

આ કેમ્પમા મીડિયાકર્મઓના સંપૂર્ણ બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપીડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, યુરિક એસિડ, કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, વિટામિન બી ૧૨, વિટામિન ડી, ડાયાબિટિક માર્કર, એક્સ રે, ઈ.સી.જી. સહિતના અગત્યના ટેસ્ટ નિઃશુલ્ક કરવામા આવ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા માટે ડાંગ જિલ્લા રેડક્રોસ સોસાયટીના શ્રીમતિ નયનાબેન પટેલ, શ્રી ઝાકિરભાઈ ઝંકાર, શ્રી લોચન શાસ્ત્રી સહિત સેવાભાવી સભ્યો, અમદાવાદ રેડક્રોસ સોસાયટીના સભ્યો સર્વશ્રી રાજપાલ ઝાલા, અમીત પટેલ, જીતુભાઇ સુખડીયા, સુરેશભાઈ ચાવડા, સિવિલ સર્જન ડો.મિતેષ કુનબી સહિતના અગ્રણીઓ તેમજ ડાંગના પત્રકારો, ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટરો, વિવિધ સમાચાર સંસ્થાના ૩૫ થી વધુ પ્રતિનિધીઓ, મીડિયાકર્મીઓએ હેલ્થ ચેક કપ કેમ્પનો લાભ લીધો હતો.

Share this Article
Leave a comment