(હરનિશ ગામીત : પોલાદ ગુજરાત ન્યુઝ)
દેવ બિરસા સેના દ્વારા ખ્રિસ્તી મિશનરીનો કાર્યક્રમ અટકાવવા માટે આવેદનપત્ર કલેકટરશ્રી ને આપ્યું હતું તેમ છતા વ્યારા ના ચિખલવાવ ખાતે કાર્યક્ર્મ યોજાતા વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમના પૂતળાંનુ દહન કરવાનું આયોજન કર્યું હતું.પણ પૂતળું દહન કરતા પહેલા પોલીસે દેવ બીરસા સેલના કાર્યકરોને અટકાયત કરી લીધાં હતાં,
દેવ બીરસા સેના નું જણાવવાનું હતું કે તાપી જિલ્લાના વ્યારાના ધારા સભ્ય અનુસૂચિત જનજાતિ ની આરક્ષિત સીટ પર ચૂંટણી લડીને આદિવાસી તરીકે ચૂંટણી જીત્યા છે, આદિવાસીના વિકાસ અને આદિવાસી સંસકૃતિ ટકાવવા માટે આ ચૂંટણી જીત્યા હતા.પણ આ ગરિમા સ્થાન પર રહી ને વટાળ પ્રવુતિ ને મહત્વ આપી રહ્યા હોય એવું જણાઈ આવે છે
તાપી જિલ્લો 90 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે પૂર્વજોની પરંપરા ને માનતા આવ્યા છે.આમ છતાં પરંપરા ને નાશ કરવાનું મોટું પાપ ખૂબ વિશાળ પ્રમાણ માં થઈ રહ્યું છે અને કેન્દ્ર બિંદુ વ્યારા બની ગયું છે
વ્યારા ના ધારાસભ્ય જેણે પોતે વિધાન સભામા બાઇબલ ના સોગંદ લીધા હતા .તેના પર થી લાગી રહ્યું છે કે આદિવાસી સંસ્કૃતિનું નિકંદન કાઢવા માટેનું લાગી રહ્યું છે.ગુજરાતની રાષ્ટ્રવાદી સરકાર ભગવાન બિરસા મુંન્ડાને આદિવાસી અને ભારત દેશનું ગૌરવ કેહવા વાળી સરકાર બિરાસા ભગવાન જેનો વિરોધ કર્યો હતો તેવા મિશનરી ના કાર્યક્રમોના સપોર્ટ કરી આદિવાસી અસ્મિતાનું ખનન કરી રહી હોય એવું લાગે છે,
તાપીના આદિવાસી વિસ્તારમાં સજાપણા ના નામ થી પંજાબ, મહારાષ્ટ્ર જેવા અનેક બીજા રાજ્યો માથી આવવા વાળા નો તાપી જિલ્લો પિકનિક સ્થળ બની ગયું હોય એવું લાગી રહ્યું છે આદિવાસી સાંસ્કૃતિ ખતમ કરી રહેલ બહાર થી આવેલા ને પણ ધારાસભ્ય ખુલ્લેઆમ સપોર્ટ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.હિન્દુ સંગઠનોની આ સરકાર છે અને રાષ્ટ્રવાદી સરકાર છે તો શું આદિવાસી સાંસ્કૃતિ ને નાશ કરવા માગે છે. આદિવાસી સમાજ આઝાદી કાળ થી કોંગ્રેસ અને ભાજપ તુસ્ટ્રીકરણ ની રાજનીતિ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે જો આગળ જતા આદિવાસી સાંસ્કૃતિ ખતમ થવાના આરે છે જો આવું જ ચાલશે તો આદિવાસી સમાજ દ્વારા અને દેવ બિરસાં સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદભાઈ વસાવા અને તેમના સંગઠને મોટા આંદોલન કરવાની ચીમકી આપી હતી..