ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સાથે ૧૩ વાહન મળી કુલ્લે કિંમત રૂપિયા ૧૯,૭૧,૮૨૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત શહેર પી.સી.બી.
(પોલાદ ગુજરાત) તા.૧૫, સુરત :
પીસીબી પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.સુવેરા નાઓના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ માણસો દ્વારા
આજરોજ તા.૧૫ નવેમ્બર ૨૦૨૪ ના રોજ પી.સી.બી.ના અ.પો.કો મીતેષભાઈ મનસુખભાઇ તથા અ.પો.કો રણવીરસિહ વિક્રમસિહ નાઓને બાતમી હકિકત મળેલ કે “ગોડાદરા, દેવધ ગામની સીમમા આવેલ રેલ્વે ગરનાળા પાસે એક સદેફ કલરનો મહિન્દ્રા કંપનીનો બોલેરો મેક્સ પીકઅપ ઉભેલ છે જેમા મોટા પ્રમાણમા ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે જે પીકઅપ ટેમ્પા માંથી થોડીવારમા દારૂનુ કાર્ટીંગ થનાર છે. ” જે બાતમી હકીકતવાળી જગ્યા ગોડાદરા, દેવધ ગામની સીમમા આવેલ રેલ્વે ગરનાળા પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી. બીપીન વિજયભાઇ ગડરીયા ઉ.વ/૩૦ રહે.ઘર નં.૨૨૧, ડિમ્પલ નગર સોસાયટી, ચોર્યાસી ડેરીની બાજુમા, પર્વત પાટીયા, સુરત શહેર નાઓને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ નંગ.૧૨૦ જેમાં કુલ્લે બાટલીઓ, બીયર ટીન નંગ.૪,૯૮૦ કિ.રૂ.૭,૩૧,૮૨૦ તથા ટેમ્પો તેમજ ટુ-વ્હિલ મોપેડ નંગ.૧૩ સાથે મોબાઇલ ફોન નંગ.૦૨ કિ.રૂ.૨૦,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ.૧૯,૭૧,૮૨૦ ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડવામા આવેલ છે.
તેમજ દારૂનો જથ્થો મંગાવનાર (૨) રાહુલ ઉર્ફે રાહુલ મંડલ રહે પર્વત ગામ, સુરત શહેર (૩) મેહુલ ઉર્ફે માચો રહે.ડિંડોલી, સુરત શહેર (૪) દારૂનો જથ્થો લઇ આવનાર તથા સ્થળ ઉપરથી ભાગી જનાર મહિન્દ્રા કંપનીનો બોલેરો મેક્સ પીકઅપ ટેમ્પાનો ચાલક તથા દારૂનો જથ્થો લેવા માટે આવનાર (૫) એક ગ્રે કલરની TVS જ્યુપીટર મોપેડ કિ.રૂ.૫૦,૦૦૦ (૬) સફેદ કલરની સુઝુકી એક્સેસ મોપેડ કિ.રૂ.૫૦,૦૦૦ (૭) મરૂણ કલરની સુઝુકી એક્સેસ મોપેડ કિ.રૂ.૬૦,૦૦૦ (૮) સફેદ કલરની હોન્ડા એક્ટીવા મોપેડ જેની કિ.રૂ.૭૦,૦૦૦ (૯) ભુરા કલરની સુઝુકી એક્સેસ મોપેડ વગર નંબરની જેની કિ.રૂ.૬૦,૦૦૦ (૧૦) સિલ્વર કલરની સુઝુકી એક્સેસ મોપેડ વગર નંબરની જેની કિ.રૂ.૬૦,૦૦૦ (૧૧) ભુરા કલરની સુઝુકી એક્સેસ મોપેડ વગર નંબરની જેની કિ.રૂ.૬૦,૦૦૦ (૧૨) કાળા કલરની સુઝુકી એક્સેસ મોપેડ વગર નંબરની જેની કિ.રૂ.૬૦,૦૦૦ (૧૩) કાળા કલરની હોન્ડા એક્ટીવા મોપેડ વગર નંબરની જેની કિ.રૂ.૬૦,૦૦૦ (૧૪) સફેદ કલરની સુઝુકી એક્સેસ મોપેડ કિ.રૂ.૬૦,૦૦૦ (૧૫) ગ્રે કલરની હોન્ડા એક્ટીવા મોપેડ વગર નંબર ની જેની કિંમત ३.८०,००० નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.