સુબીર પોલીસે માતાજી/નવરાત્રીના નામે પૈસાની ઉઘરાણી કરી !

adminpoladgujarat
adminpoladgujarat
3 Min Read

ફાળાની રશિદ આપ્યાં વગર એક વ્યક્તિ દિઠ દસ, પંદર અને વીસ હજાર રૂપિયા સુધીની રકમ ડોક્ટરો પાસેથી માંગી લીધી

(મનીષ બહાતરે/અશ્વિન ભોયે : આહવા) તા.૧૫,

ડાંગ જિલ્લાનાં સુબીર પોલીસ મથકમાં સર્ટિફિકેટ ચેક કરવાના બહાને ફરજી ડોક્ટરોને પોલીસ સ્ટેશનમાં બોલાવી માતાજી નામે મોટી રકમની ઉઘરાણી કરવામાં આવી હતી
તા. ૧૯/૦૯/૨૦૨૪ ના રોજ ડાંગ આમ આજની પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવે છે અને તેમાં દર્શાવવામાં આવે છે કે, સુબીર ગામે ચાર ડોક્ટરો દવાખાના ખોલી અને પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ ખરેખર ડોક્ટર છે કે કેમ તેઓના સર્ટિફિકેટની તપાસ કરવામાં આવે અને દર્દીઓ પાસેથી સારવાર નામે પૈસા પણ વધુ વસૂલ વામાં આવે છે એવા આક્ષેપ સાથે દસ દિવસની અંદર તેઓના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં તેવું આવેદનમાં જણાવવામાં આવ્યું હતું અને દસ દિવસના અંદર તેઓના ઉપર કાર્યવાહી કરવામાં ન આવે તો આમ આદમી પાર્ટી આરોગ્યની વડી કચેરીએ જાણ કરશે તેમ પણ આવેદન પત્રમાં જણાવાયું હતું. આવેદનપત્ર બાદ બીજા ત્રીજા દિવસે જ આરોગ્યની ટીમ સાથે સુબિર પોલીસ ગામમાં રેડ કરે છે જેમાં ચાર ડોક્ટરોના દવાખાના ખોલવાનો ચલાવવાનો પુરાવો માંગે છે સર્ટિફિકેટની તપાસ કરવામાં આવે છે દવાઓ વગેરે ચકાસણી કર્યા બાદ માલુમ પડે છે કે તેઓ એક ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી શકે તેમ ન જણાતાં તેઓને સુબિર પોલીસ સ્ટેશનમાં લઈ જવાય છે અને ચાર પૈકી ત્રણ ડોક્ટરો ઉપર મેડિકલ એક્ટ મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે છે. ત્રણ ડોક્ટરો ઉપર કાર્યવાહી કર્યા બાદ સુબિર પોલીસ મથકના બીટ નંબર ૧નાં જમાદાર સંતોષભાઈ પોતાના હદ વિસ્તારમાં આવતા ગામડાઓમાં તપાસ કરાવે છે અને પીપલદહાડ ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને કહે છે કે ઉપરથી તપાસ આવી છે એટલે તમારે સર્ટિફિકેટ વેરિફિકેશન કરવાના હોય જેથી તમે તમારા સર્ટિફિકેટ લઈ અને સુબીર પોલીસ સ્ટેશને હાજર થશો પોતપોતાના સર્ટીફીકેટ લઈ અને ડોક્ટરો સુબિર પોલીસ સ્ટેશને આવે છે અને પોતાના સર્ટિફિકેટ રજૂ કરે છે સામે નવરાત્રીનો તહેવાર પણ આવતો હતો પોલીસ મોકો જોઈ અને તમામ ડોક્ટરોને ફરજ પાડે છે કે તમારે માતાજીના નામે નવરાત્રીના નામે પૈસા આપવા પડશે ફાળો આપવો પડશે તેમ કહી એક ડોક્ટર દીઠ કોઈના પાસે દસ હજાર, પંદર હજાર તથા વીસ હજાર સુધીની રકમ ઉઘરાવવામાં આવે છે અને પોલીસ દ્વારા પૈસા વસુલ્યાંની કોઈ પ્રકારની રસીદ પણ આપવામાં આવતી નથી પોલીસનું કામ હતું સર્ટીફીકેટ ચેક કરીને જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપવાનું કે જાણ કરવાની પરંતુ પોલીસ અહીં સર્ટિફિકેટ ચેક કરવાના અને માતાજીના નામે ડોક્ટરો પાસેથી સુબીર પોલીસે ખૂબ મોટી રકમ ઉઘરાવી હતી આ સમગ્ર બાબતે ડાંગ એસપી દ્વારા વિભાગીય કાર્યવાહીમાં સુબીર પોલીસ સામે શું પગલાં લેવાય છે તે જનતાએ જાણવું ખૂબ જ જરૂરી છે.

Share this Article
Leave a comment