સુબીર પ્રાથમિક શાળાની દિવાલનું કામ અટકાવ્યું યોગ્ય માલ-સામાન નહી વાપરે ત્યાં સુધી કાંમ બંધ રાખવામાં આવશ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

(મનીષ બહાતરે/અશ્વિન ભોયે)

ડાંગ જિલ્લા સુબીર પચાયતનાં શિક્ષણ વિભાગ હસ્તક આવતાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ની ગ્રાંન્ટ માંથી સુબીર ગામ ની પ્રાથમિકસુબીર- શાળા કંપાઊન્ડ વોલ કામગીરી એક ખાનગી એજન્સી દ્રારા કરવામાં આવી રહી છે જે દિવાલની બાધકામ ની કામગીરીસુબીર-ના સિમેન્ટ,રેતી અને ઈંટ નિમ્નકક્ષાનું વપરાતાં ગામનાં યુવાનો ,આગેવાન અને ભારત આદિવાસી સંવિધાન સેનાં ડાંગ પ્રમુખ નિલેશ ઝાંબરેએ પ્રાથમિક શાળા પર ધસી જઈ બાધકામ અટકાવ્યું હતું અને જગ્યાં પર નાંખેલ મટીરીયલ ઈંટ ,રેતી તેમજ સિમેન્ટ હલકી કક્ષાનું હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ પાયો પણ યોગ્ય ધારાધોરણ મુજબ ખોદાયો નથી દિવાલ ની પહોસુબીર-ળાઈ પણ ઓછી છે તેમજ દિવાલનાં બીમ સળિયા નથી તેમને ત્યાં હાજર કોન્ટાકટર પાસેથી કામનું એસ્ટીમેન્ટ માંગ્યું હતું તે આપવામાં પણ કોન્ટ્રાકટરે ગલ્લાં-તાલ્લા કર્યા હતાં કામની વિગત જાણવાં માટે જિલ્લા પચાયત સમગ્ર શિક્ષા અભિયાન નાં ઈજનેર ચંદુભાઈનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ તેમની ટેવ મુજબ ફોન રિસીવ કર્યો ન હતો જાહેર સ્થળ પર સરકારી કામ ચાલતું હોય ત્યાં વિગત દર્શાવતું બોર્ડ પણ નથી ડાંગ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ આ બાબતે યોગ્ય તપાસ કરી બાળકો અને વાલીઓનાં હીતમાં યોગ્ય કાર્યવાહી કરે તેવી ગામનાં લોકોની માંગ છે
બાઈટ-
1.ભારત આદિવાસી સંવિધાન સેનાં ડાંગ પ્રમુખ નિલેશ ઝાંબરે એ જણાવ્યું હતું કે કેટલાક ગામનાં જાગૃત યુવાનો અને વાલીઓએ સુબીર પ્રાથમિક શાળાની દિવાલનું કામ અંગે જાણ કરી હતી જેથી સ્થળ પર જોવા માટે ગયો હતો ત્યારે સ્થળ પર સિમેન્ટની કાચી ઈંટ અને નદીનું ભાઠું થી બાધકામ ચાલતું હતું જેથી અમોએ કામ અટકાવ્યું છે યોગ્ય માલ-સામાન લાવશે તો જ કરવા દેશું

Share this Article
Leave a comment