ખુનની કોશિષના ગુનામા નાસતા ફરતા માથાભારે આરોપીઓને પકડી પાડતી ઉત્રાણ પોલીસ

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

(પોલાદ ગુજરાત) તા.૨૬,સુરત

: ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી.મહંત ના સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. એ.આર.પાટીલ તથા પો.સ.ઇ. ડી.કે.ચોસલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સુચના અને માર્ગદર્શન મળતા હુમન ઇન્ટેલીજન અને ટેકનીકલ સર્વેલન્સ આધારે એ.એસ.આઇ. દિલીપભાઇ દાનાભાઇ તથા આ પો કો. ધર્મેદ્રગીરી ચીમનગીરી તથા અ.પો.કો. હાર્દિકસિહ ગંભીર સિંહ નાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે તેઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનની કોશિશના ગુનાનો આરોપીઓ નામે (૧) વિજય ઉર્ફે ભુરીભગા ઉર્ફે ભુરીયો ભુપતભાઇ મકવાણા ઉ.વ ૨૪, ધંધો.વેપાર, રહે.મ.નં.બી ૪૮, કિરણપાર્ક સોસાયટી, સત્યનારાયણ સોસાયટીની પાછળ, પુણાગામ, સુરત શહેર. મુળવતન-ગામ સેંજળીયા, તા.પાલીતાણા, જી.ભાવનગર તથા વૃંદાવન સોસાયટી, જકાતનાકા, પાલીતાણા, જી.ભાવનગર. તથા (૨) રામુ ઉર્ફે રામુ ગોધરો ઉર્ફે રામ રજાડી સોમાભાઇ માવી ઉ.વ.૨૩, ધંધો.મજુરીકામ, રહે.બીલ્ડીંગ નં.બી/૪, ફલેટ નં.૨૦૧, નંદનવન ટાઉનશીપ, નંદસાડ રોડ, તા.કામરેજ, જી.સુરત તથા બીલ્ડીંગ નં.સી/૧, ફલેટ નં.૪૦૪, સંસ્કૃતી રેસીડેન્સી, સાબર ગામ તા. પલસાણા જી.સુરત મુળવતન-ગામ.અબલોડ, તા.ગરબાડા, જી.દાહોદ નાઓને કામરેજ ટોલનાકાથી પકડી પાડેલ છે. નોંધ:- ગુન્હો બન્યા બાદ ઉપરોકત બંન્ને માથાભારે આરોપીઓ સુરત શહેર છોડી પ્રથમ ભાવનગર અને બાદ દિવ ખાતે જઇ ને છુપાયેલા હતા. દરમ્યાન ઉત્રાણ પોલીસની ટીમે હુમન ઇન્ટેલીજન અને ટેકનીકલ સર્વલન્સ આધારે આરોપીઓની હકિકત મેળવી એક ટીમ તેઓની પાછળ રવાના કરેલ હતી. જેની હકિકત આરોપીઓને મળતા તેઓ દિવથી દમણની બસમા બેસી દમણ ભાગી જઇ પોલીસને ગુમરાહ કરવાની ફિરાકમા હતા તે દરમ્યાન ઉના તેમજ તળાજા ભાવનગર રોડ ઉપર આવેલ આશાપુરા હોટલ ખાતેના સી.સી.ટી.વી કેમેરા ચેક કરી આરોપીઓ જે બસમા બેસેલ હતા તે બસની વિગત મેળવી બસનું સમયે સમયે લોકેશન મેળવી ઉત્રાણ
પોલીસ સ્ટેશનના સર્વલન્સ પો.સ.ઇ. તથા તેમની ટીમ નાઓએ કામરેજ ટોલનાકા પાસે બસ આવતા બસમાથી આ માથાભારે આરોપીઓને પકડી લીધેલ હતા.એમની પાસેથી
(૧) ઓપો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦૦ (ર) વીવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૫૦૦૦ (૩) નોકીયાનો કિપેડવાળો સાદો મોબાઇલ કિ.રૂ.૫૦૦ (૪) એક ફોરચુનર ગાડી કિ.રૂ.૧૨,૫૦,૦૦૦ કબજે કર્યો હતો બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે,

Share this Article
Leave a comment