(પોલાદ ગુજરાત) તા.૨૫, સુરત : ગત ૧૮ માર્ચના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલ જોળવા ગામ ખાતે આવેલ અનમોલ રેસીડેન્સી સામે જાહેર રોડ ઉપર એક અજાણી મહિલાને આ કામના આરોપીએ પોતાની મોટર સાયકલ વડે ટક્કર મારતા મહિલા નીચે પડી ગયેલ, જેથી બાજુમાંથી પસાર થતાં ફરિયાદી તથા તેના બનેવીએ બાઈક ચાલકને ઠપકો આપતા તેણે ફરિયાદીને ઢીક્કા મુક્કીનો માર મારીને ફોન કરીને પોતાના બે મિત્રોને બોલાવી લીધેલ, જેઓએ પણ ગાળા ગાળી કરતા ફરિયાદીએ ગાળ આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ પોતાની પાસેના ધારદાર હથિયાર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ, જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ 324, 323, 504, 114 તથા જી.પી.એક્ટ 135 મુજબ ગુનો નોંધવામાં આવેલ.
મદદનીશ પોલીસ કમિશનર “ડી” ડીવિઝન નાઓએ ડીંડોલી પોલીસ સ્ટેશનના શરીર સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપેલ જે અન્વયે ડીંડોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.એમ.પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઇ હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના માણસો સાથે મળી પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે હે.કો. જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ, હે.કો. કિરીટભાઈ હરિભાઈ, હે.કો. અનિલ રામ અવતાર, પો.કો. નિકુલદાન ચેનદાન નાઓએ પલસાણા પોલીસ સ્ટેશનના ચપ્પુ મારવાના ઉપરોક્ત ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીઓ (૧) દેવાંગ ઉર્ફ માયા વિનોદ પટેલ ઉવ.૨૧ રહે- પ્લોટ નંબર ૨૪ સાંઈ વાટીકા વિભાગ-2 સોસાયટી કડોદરા, જિલ્લો સુરત ગ્રામ્ય (૨) અભય શ્યામભાઈ પાટીલ ઉવ.૨૨
રહે- પ્લોટ નંબર ૩૫૮ સાંઈ વાટીકા વિભાગ-2 સોસાયટી કડોદરા, જિલ્લો સુરત ગ્રામ્ય નાઓને ઝડપી પાડી CRPC 41(1)આઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પલસાણા પોલીસ સ્ટેશને આરોપીઓ સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે,
પકડાયેલ આરોપી દેવાંગ ઉર્ફે માયા વિનોદ પટેલ વિરુદ્ધ અગાઉ પણ ડીંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાઇ ચૂક્યો છે,
પલસાણા પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં વોન્ટેડ બે માથાભારે આરોપીઓને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ
Leave a comment
Leave a comment