મનિષ બહાતરે : આહવા પ્રતિનિધિ
ઉત્તર ડાંગ વન વિભાગ ડીસીએફ સાહેબ શ્રી ડી .એન. રબારી ના માર્ગદર્શન હેઠળ સુબીર તાલુકામાં લવચાલી રેંજના આર .એફ. ઓ. અર્ચનાબેન જે હીરાની અને તેમનાં સ્ટાફ ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ લવચાલી રેન્જનાં પોતાના ફરજમાં આવતા કાર્યક્ષેત્રમાં રાત્રિનો લાભ લઈ લાકડા ચોરી થતા હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરાતાં
રાત્રિ દરમિયાન કોટબા તથા ગાયગોઠણ ગામ વચ્ચે મેઇન રસ્તાની જમણી બાજુમાં રિઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નંબર ૧૧૯માં સાગીનાં ઝાડ -૬ નંગ -૨૮ ઘન મીટર-૫.૩૦૬ જે મુદ્દા માલ કિંમત -૧૯૧૮૬૦/- મળી આવેલ હતી. જે સ્થળ નજીક ગુનેગારની તપાસમાં વોચ ગોઠવતા શંકાસ્પદ ઈસમો (૧) કિશનભાઇ ગુલસિંગભાઈ પવાર રહે. ભગવાન દગડ ગામ (૨) મહેન્દ્ર ભાઈ ઇંદર ભાઈ પવાર રહે. ઘોડી ગામ તથા હોન્ડા લીયો મોટર સાયકલ નંબર જી.જે. 30 બી 9081 જેની કિંમત- 20,000 રૂપિયા આમ કુલ મુદ્દા માલની કિંમત -૨૧૧૮૬૦/-મળી આવતા જીઓની શંકાના આધારે અટક કરવામાં આવેલ હતી અને વધુ તપાસમાં તેઓએ ગુનાની કબુલાત કરેલ છે તેમજ અન્ય દસ થી બાર ઈસમો ભાગી છૂટેલા છે જેની શોધખોળ કરવા હાલ લવચાલી રેન્જનાં આરે .એફ.ઓ અર્ચનાબેન જે . હીરાની દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે .વધુમાં લાકડાચોરો દ્વારા કાપવામાં આવેલા સાગીના ઝાડ નો મુદ્દામાલ લવચાલી વન વિભાગ દ્વારા ટ્રકમાં ભરી અને ડેપોમાં રવાના કરી દેવામાં આવ્યા છે..