આહવા : તા: 5 : સરકાર દ્વારા દરેક વિભાગમા પર્યાવરણનુ મહત્વ સમજી વૃક્ષોની જતન પ્રક્રિયાને વેગવંતી બનાવવાની સાથે જ, ચૂંટણી પ્રક્રિયામાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને ધ્યાનમા રાખવા માટે ભારતના ચૂંટણીપંચની માલિકીનુ ઇવીએમ/વીવીપેટ વેર હાઉસ કલેક્ટર કચેરી, આહવા ખાતે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી.
1974 થી સયુંકત રાષ્ટ્ર દ્વારા 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામા આવ્યો છે. ડાંગ જિલ્લો વનરાઈથી ભરપૂર છે. તેમ છતાંય હાલની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને ધ્યાને રાખતા, સરકારશ્રીના કોઈ ચોક્કસ વિભાગ દ્વારા જ પર્યાવરણની ઉજવણી કરવા સાથે, દરેક વિભાગ દ્વારા પર્યાવરણનુ મહત્વ સમજી વૃક્ષો વાવવામા આવે તે જરૂરી છે. ત્યારે આજ રોજ સરકારશ્રીની સૂચના મુજબ ચૂંટણી પ્રક્રિયામા પર્યાવરણલક્ષી પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવામા આવે તે માટે જૂની કલેક્ટર કચેરી આહવા ડાંગ ખાતે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી.
જેના ભાગરૂપે ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, તેમજ પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા દ્વારા વેર હાઉસ કલેક્ટર કચેરીના પટાંગણમા વૃક્ષો વાવ્યા હતા. આ કાર્યક્રમમા શ્રી સી.વી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, શ્રી યુ.વી.પટેલ મામલતદાર-આહવા, તમામ મહેસુલી અને વન વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો.
–