સુરતઃશુક્રવારઃ કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા મહુવા તાલુકાના કાછલ સ્થિત સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજમાં ‘ટ્રેનિંગ ઓફ યુથ ઈન યુથ વેલનેસ પોઝિટીવ લાઈફસ્ટાઇલ એન્ડ ફિટ ઇન્ડિયા’ વિષય ગ્રામીણ યુવાનો માટે સકારાત્મક જીવનશૈલી અપનાવવા અંગેનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૬૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહુવા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક વ્યાસ શિવમ તથા સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રીમતિ ડો.પદ્માબેન તડવી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યોગગુરૂ ડો. ભૂમિકાએ યુવાનોને માનસિક સ્વાસ્થ્ય અને યોગ તેમજ ટ્રેનર શેહઝાદ બોડિલાએ જીવનકૌશલ્યો અને સંવર્ધનની તાલીમબદ્ધ કર્યા હતાં. જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માએ કાર્યક્રમમાં વિશેષ માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
નહેરૂ યુવા કેન્દ્વ દ્વારા ગ્રામીણ યુવાનો માટે સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજમાં એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
Leave a comment
Leave a comment