૩૬મી નેશનલ ગેમ્સમાં યોગાસન રમત માટે ચાર યોગ કોચની પસંદગી

adminpoladgujarat
1 Min Read

સુરતના ચીફ યોગ કોચ દિવ્યા ગોપાલભાઈ ડોનની કોચ તરીકે નિયુક્તિ

સુરત:શુક્રવાર: યોગાસન રમતને કેન્દ્ર સરકારના યુવા, રમતગમત મંત્રાલય દ્રારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડીયન ઓલિમ્પિક એસોશિએશને નેશનલ ગેમ્સમાં યોગાસનને રમત તરીકે સામેલ કરાઈ છે. ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સમાં યોગાસન સ્પર્ધા તા. ૦૬ થી ૧૧ ઑક્ટોબર દરમિયાન અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડીયા ખાતે યોજાનાર છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ શહેરના ચાર એક્સપર્ટ કોચની નિમણૂક કરવામાં આવી છે, જેમાં દિવ્યા ગોપાલભાઈ ડોન (ચીફ કોચ-સુરત), દિવ્યા પાર્થ પટેલ (કોચ-અમદાવાદ), અમીત રાહુલકુમાર ચોકસી (કોચ-વડોદરા), દિવ્યેશ કિશોરભાઈ રંઘોળીયા (કોચ-અમરેલી) પસંદગી પામ્યા છે. તેઓ અમદાવાદ ખાતે ચાલી રહેલ પ્રિ-નેશનલ કોચીંગ કેમ્પમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરના ખેલાડીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે, તેઓને સુરત યોગાસન સ્પોર્ટસ એસો.ના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.
-૦૦૦-

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × three =

Exit mobile version