૩૬મી નેશનલ ગેમ્સ: સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

ટેબલ ટેનિસ સ્પર્ધામાં ૯૫ જેટલા ટેબલ ટેનિસ પ્લેયરો સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી સ્પર્ધા કરશે

સુરત, મંગળવાર : સુરત શહેર ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ ઈવેન્ટનો શુભારંભ થયો છે. તા.૨૦ સપ્ટે.થી તા.૨૪ સપ્ટે. સુધી ચાલનારા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ૯૫ જેટલા ટેબલ ટેનિસ પ્લેયરો ભાગ લઈ રહ્યા છે, જેઓ સાત ગોલ્ડ મેડલ માટે પાંચ દિવસ સુધી આગવી રમત રમશે.
૩૬મી નેશનલ ગેમ્સના પ્રારંભ પ્રસંગે મ્યુ.કમિશ્નરશ્રી બંછાનિધી પાની, પોલીસ કમિનશનરશ્રી અજય તોમર અને જિલ્લા કલેકટર આયુષ ઓક ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં ચાલનાર પાંચ દિવસીય ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત અને ભારતનું નામ રોશન કરનાર સુરતના હરમિત દેસાઈ, માનવ ઠક્કર સહિતના અનેક જાણીતા ખેલાડીઓ ઘરઆંગણે રમત રમશે.
આ પ્રસંગે મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરતના અઠવાલાઈન્સ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડીયમમાં બે રમતો રમાશે. આગામી તા.૧લી ઓક્ટો.થી બેડમિન્ટન ગેમ્સ શરૂ થશે. ખેલાડીઓની નિવાસ અને ભોજનની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સ્ટેડીયમમાં નેશનલ ગેમ્સમાં ભાગ લેવા આવનારા પ્લેયરોને આવકારવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને રમતગમત પ્રેમીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
-00-

Share this Article
Leave a comment