આહવા: તા: ૫: આગામી તા.૧લી ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના પ્રથમ ચરણમા ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગની યોજાનાર ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા ખર્ચ ઓબ્ઝર્વરની નિયુક્તિ કરી દેવામા આવી છે.
ચૂંટણી પંચ દ્વારા ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અતુલકમાર પાંડેની નિયુક્તિ કરાતા તેમણે તેમની કામગીરીનો, ડાંગ જિલ્લામા પ્રારંભ કરી દીધો છે. જેમનો સંપર્ક નંબર : (૦૨૬૩૧) ૨૯૯૪૬૧, તથા મોબાઈલ નંબર : ૬૩૫૪૭૫૫૭૬૪ છે.
આહવાના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સવારે ૧૧:૦૦ થી બપોરના ૧:૦૦ વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના પ્રજાજનો, રાજકીય પક્ષો, ઉમેદવારો તેમના સમર્થકો વિગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈ પણ ફરિયાદ કે રજુઆત સંદર્ભે ખર્ચ નિરીક્ષકશ્રીનો સંપર્ક કરી શકે છે. તેમ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ એક અખબારી યાદીમા જણાવ્યુ છે.
–