આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે જુદી જુદી ચીજવસ્તુઓના ભાવો નિર્ધારીત કરતા
આહવા: તા: ૪: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ જાહેર થતાની સાથે જ, ચૂંટણી તંત્રમા ધમધમાટ શરૂ થઈ ગયો છે.
૧૭૩–ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારના રાજકિય પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે, ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ શ્રેણીદ્ધ બેઠકો યોજી આદર્શ આચાર સંહિતાનુ ચુસ્ત અમલીકરણ, અને ચૂંટણી ખર્ચના વિવિધ ચીજવસ્તુઓના ભાવો નિર્ધારીત કર્યા હતા.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત બેઠકમા માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સૌને આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે નિષ્પક્ષ ન્યાયી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયામા સૌને સહયોગી બનવાની અપીલ કરી હતી.
દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ખર્ચ માટે જુદી જુદી ચીજ વસ્તુઓના ભાવો પણ સર્વાનુમતે નિર્ધારીત કરાયા હતા.
બેઠકમા જિલ્લાના નોંધાયેલા રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચના નોડલ ઓફિસરશ્રી ડો. વિપીન ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, ચૂંટણી મામલતદાર શ્રી મેહુલ ભરવાડ સહિત જુદી જુદી સમિતિઓના નોડલ ઓફિસરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.