(અશોક મુંજાણી : સુરત)
સુરત શહેરમાં માનવ સેવા એજ માધવ સેવા મૂર્તિ મંત્ર બનાવી ને અતિ ગંભીર મનોદિવ્યાંગો ની સેવા કરતી સંસ્થાન આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી સુરતની મુલાકાતે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર સંજય રાવલે શુભેચ્છા મુલાકાત લીધી અને સમાજ ને એક હદયસ્પર્શી સંદેશો આપ્યો કે ઋણ મુક્ત થવા સેવા સાથે જોડાઈ જવું જોઈએ એવો એક મેસેજ આપ્યો અત્યાર સુધી માં આશીર્વાદ માનવ મંદિર સુરત સંસ્થા દ્વારા ૨૫૦૦ થી વધુ અતિ ગંભીર ક્ષતિ ધરાવતા મનોદિવ્યાંગો વૃદ્ધ અક્સ્ડ નિરાધાર ને સમાજ માં પુનઃ સ્થાપિત કરી ચૂકેલા સંસ્થા માં હાલ ૪૫૦ થી વધુ આશ્રિત મુકબધીર મનોદિવ્યાંગ વ્યક્તિ ઓને સમાજ માં પુનઃ સ્થાપિત કરવા કુદરત સહેજ જીવન તરફ દોરી જવા નું કાર્ય ચાલી રહ્યું છે તેમની સારવાર લાલન પાલન કરતી આ સંસ્થાના દરેક વિભાગો વ્યવસ્થા ઓથી અવગત થતા સંજય રાવલ અભિભૂત થઈ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી ઓ ઉદારદિલ દાતા શ્રી ઓ કર્મચારી સ્વંયમ સેવકો ને અભિનંદન પાઠવ્યા હતા અને સંસ્થા ની પ્રવૃત્તિ નિહાળી ખૂબ પ્રભાવિત થઈ સંસ્થા ની વિજીત બુક માં હદયસ્પર્શી સદેશ લખ્યો હતો “ઈશ્વર આપણા પક્ષે છે કે નહીં તેની ચિંતા ન કરશો આપણે ઈશ્વર પક્ષે છીએ કે નહીં તેનો વિચાર કરજો” માનવ સમાજે મનુષ્ય અવતાર નું ઋણ મુક્ત થવું હોય તો આવી સેવામા જોડાઇ જવું જોઈ ની સુંદર વાત કરી હતી આશીર્વાદ માનવ મંદિર માં ખરેખર માનવ સેવા ને મનગંદન કર્યા હતા સંસ્થા ની વ્યવસ્થા અંગે અવગત કરતા ભરતભાઇ માંગુકિયા અને જેરામ ભગત સહિત ના સ્વંયમ સેવી ટ્રસ્ટી દ્વારા સંજય રાવલ નું ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાત અમીટ છાપ છોડી જનાર હોવા નું રાવલે જણાવ્યું હતું
“ૠણ મુક્ત થવા આ સેવા સાથે જોડાઈ જવું” આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર સંજય રાવલ
Leave a comment
Leave a comment