સોનગઢ તાલુકાના મામલદાર દ્વારા ધર્મ બાબતે લોકોમાં મતભેદ ઉભા કરવા બાબતે ભારત રક્ષા મંચ દ્વારા કલેટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

adminpoladgujarat
1 Min Read

હરનિશભાઈ ગામીત દ્વારા 

તાપી. સોનગઢ તાલુકાના મામલદાર શ્રી દ્વારા ધર્મ બાબતે લોકોમાં મતભેદ ઉભા કરવા બાબતે ભારત રક્ષા મંચ દ્વારા તાપી જિલ્લાના કલેટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું,ભારત રક્ષા મંચ નું જણાવવાનું હતું કે તાપી જિલ્લાના મોટાભાગ ના ખ્રિસ્તિ ધર્મના સદસ્ય અઠવાડિયા માં ત્રણ વખત ચર્ચો માં બેશે છે ત્યાં નોટિસ નથી આપતા ત્યાં આંખ આડા ઉભા કાન કરે છે તો શું હિન્દુ મંદિરને જ કેમ લક્ષ્ય બનાવવામાં આવી રહ્યું છે,

તે ઉપરાંત ગત માસમાં સોનગઢ તાલુકા ના સેરૂલા ગામ ખાતે પણ આ જ મામતદારશ્રી દ્વારા હનુમાનજી ના મંદિર બનવા માટે અટકાયત કરવા માં આવી હતી,અને જે બિન કાયદેસર બની બેઠેલા ખ્રિસ્તીઓ ને ચર્ચો બનાવવા બેફામ પરવાનગીઓ આપવા માં આવી રહી છે તેનો વિરોધ ભારત રક્ષા મંચ દ્વારા ન્યાય મળે તે હેતુ થી તાપી કલેટરશ્રીને આવેદન પત્ર આપી જણાવવા આવ્યું કે જો ચોક્કસ પગલાં લેવા માં ના આવે તો જિલ્લા સેવા સદન સામે આગામી દિવસો માં ભજન કીર્તન કરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − nineteen =

Exit mobile version